સુરત: જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ રાજ્યમાં કોરોના કેસે હાહાકાર મચવ્યો હતો. ત્યારે શાળાઓમાં સતત વિદ્યાર્થીઓ અને સંચાલકો કોરોના સંક્રમિત થઇ રહ્યા હતા અને રાજ્યમાં કેસમાં પણ વધારો થઇ રહ્યો હતો. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1થી 9નાં ઑફલાઇન વર્ગો બંધ કરવાનો આદેશ કર્યા હતા. હવે કોરોના કેસમાં ઘટાડો થતા ફરી વર્ગો શરૂ કરવાની માગ (Demand to resume classes) કરવામાં આવી છે.
મોટાભાગની શાળાઓમાં 94 ટકા વિદ્યાર્થીઓનું રસીકરણ થઇ ચૂક્યું છે
રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે. જેમાં મોટાભાગની શાળાઓમાં 94 ટકા વિદ્યાર્થીઓનું રસીકરણ થઇ ચૂક્યું છે. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ માંડ માંડ ચાલુ થયું છે. એમાં વિદ્યાર્થીઓનું માનસિક, શારીરિક, મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પસ્થિતિમાં સુધારો થયો છે.
શાળાઓ SOPના સખ્ત પાલન સાથે શરૂ થાય તેવી માગ
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે આવતી 1 ફ્રેબૃઆરીથી સમગ્ર રાજ્યમાં તમામ ધોરણની શાળાઓ SOPના સખ્ત પાલન સાથે શરૂ થાય તેવી માંગણીઓ કરવામાં આવી છે. ધોરણ-1 થી 9નું પ્રત્યેક્ષ શિક્ષણ શરૂ થાય તેવી અપીલ કરવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસમાં કોરોના અને ઓમિક્રોન કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
1 ફેબ્રુઆરીથી શાળાઓ ફરી શરૂ કરવા માગ
1 ફેબ્રુઆરીથી શાળાઓ ફરી શરૂ થાય અને તેમને પ્રત્યેક્ષ શિક્ષણ મળે કારણ કે, નજીકના દિવસોમાં વાર્ષિક પરીક્ષાઓનું પણ આયોજન થઇ રહ્યું છે. પાડોશી રજ્યોમાં 1 થી 12ની શાળાઓ શરૂ થઇ ચુકી છે. તેમજ સ્થિતિ સામાન્ય થઇ રહી છે અને સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગ આ આવેદનને નિવેદન સમજીને સ્વીકારે અને 1 ફ્રેબૃઆરીથી સમગ્ર રાજ્યમાં તમામ ધોરણની શાળાઓ SOPના સખ્ત પાલન સાથે શરૂ થાય તેવી અમારી માગ છે.
આ પણ વાંચો:
"અમે પરિસ્થિતિ જોઈશું અને પછી બાળકોને સ્કૂલે મોકલીશું": ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થતા વાલીઓનો મિજાજ Corona
Cases in Navsari: સરકાર નિર્ણય કરે કે ન કરે, તે પહેલા જ નવસારીની બે શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ બંધ