- ભરુચમાં અશાંતધારાના અમલની માગણી સાથે વ્યક્ત થયો વિરોધ
- ભરુચના હાજીખાના બજાર વિસ્તારમાં મિલકતોના વેચાણનો મામલો
- તંત્રને અશાંતધારાના અમલમાં રસ નથી
ભરુચઃ સમગ્ર મુદ્દે જાણવા મળે છે કે જૂના ભરૂચના હાજીખાના બજારના બહાદુર બુરઝ સહિત અન્ય કેટલાયે વિસ્તારમાં અશાંતધારો (Ashant Dharo) લગાડવામાં આવ્યો છે. પણ તેના અમલ માટેની તંત્રની કોઈ જ સક્રિયતા જોવા મળી રહી નથી. જેના કારણે મિલકતો કોઈપણ સરકારી રોકટોક વિના વેચાઈ રહી છે. જેથી અહીંના સ્થાનિકો ચિંતિત બન્યાં છે.
15થી વધુ મિલકતો વેચાઈ પણ ગઇ
આ વિસ્તારની મિલકતો અશાંતધારો (Ashant Dharo) લાગુ હોવા છતાં પણ અન્ય ધર્મના લોકોને વેચાણ થઈ રહી છે. 15થી વધુ અહીંની મિલકતોના વેચાણ થતાં અહીં વસવાટ કરતાં હિંદુઓની ધાર્મિક પ્રવૃત્તિ પર પણ અસર થઈ છે. વારવાર આ મુદ્દે તંત્રને રજૂઆત કરવા છતાં પણ ભરૂચમાં અશાંતધારો (Demand For Ashant Dharo) માત્રને માત્ર કાગળ પર જ રહ્યો હોવાનું સ્થાનિકો આક્રોશપૂર્વક જણાવી રહ્યાં છે.
અશાંતધારા વિશે જાણો
ગુજરાત કોમી રમખાણોનો ઈતિહાસ ધરાવે છે. 1991માં પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલે(Former Chief Minister late Chimanbhai Patel) 1986ના અશાંતધારામાં કેટલાક સુધારા સાથે લાગુ કરવાની સત્તાવાર જાહેર કરી હતી. 2002ના ગોધરાકાંડ બાદ વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા અશાંતધારો લાગુ કરવાની માગ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્ષ 2022 સુધી ગોધરામાં પણ અશાંતધારો લાગુ કર્યો હતો. અશાંત વિસ્તારો કે જે વિસ્તારમાં કોમી તોફાનોના બનાવ બન્યા હતાં, તેવા વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે છે, તેમજ ખોટી કનડગત કે હેરાનગતિ ન થાય, ધાકધમકીથી મિલકતો પચાવી ન પાડે અને નાગરિકોની શાંતિ અને સલામતી જોખમાય નહી તે માટે અશાંત ધારો લાવવામાં આવ્યો હતો. કોઈ એક ચોક્કસ સમુદાયના લોકોની ખૂબ વસ્તી વધી ન થાય અને ખાસ કરીને એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયને મિલ્કત વેચી ન જાય તે પ્રકારની મિલકતને તબદિલી નિયંત્રિત કરતો કાયદો એ અશાંત ધારો કહેવાય છે. આવા વિસ્તારમાં મિલકતની તબદિલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે.
આ છે અશાંતધારાની પૂર્વભૂમિકા
ગુજરાતમાં 1969 અને 1985-86માં કોમી તોફાનો થયા હતાં તેમાં સૌથી વધુ કોમી રમખાણો અમદાવાદમાં થયા હતાં. ત્યારે હિન્દુ પરિવારોએ શહેર વિસ્તારોમાંથી મકાનોનું સ્થળાંતર કરીને શહેરની બહાર સલામત વિસ્તારમાં રહેવા આવી ગયાં હતાં. આ ઉપરાંત લઘુમતી સમાજના લોકોએ શહેર વિસ્તારમાં મકાનો ખરીદીને ત્યાં વસવાટ શરૂ કર્યો હતો. રમખાણવાળા વિસ્તારોમાં મિલકતોનું ખરીદ વેચાણ અટકાવવાના આશયથી રાજ્ય સરકાર(Former Chief Minister late Chimanbhai Patel ) 1991માં અશાંત ધારો લાવી હતી. તે બાદ વખતોવખત જેમ જેમ જરૂર પડી તેમ તેમ તેમાં સુધારા વધારા કરવામાં આવતા હતા. હાલ વધુ નવા વિસ્તારોને અશાંત ધારા ( Ashant Dharo )માં સમાવી લેવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી( Former Chief Minister Vijay Rupani )ની સરકારે અશાંત ધારાની મુદત વધુ 5 વર્ષ લંબાવી છે.
સાંસદ મનસુખ વસાવાએ પણ આપી પ્રતિક્રિયા
આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પણ પ્રતિક્રિયા આપતા જણવ્યું હતું કે આ અશાંતધારો જેતે વિસ્તારમાં લગાડવામાં આવ્યો છે. જેનો અમલ વહેલી તકે થવો જોઈએ અને આ બાબતે હું ઉચ્ચકક્ષા એ પણ રજૂઆત કરી છે પરંતુ ઘર વેચવાના છે અંગેની વાત સુધી બરાબર છે પણ જે મંદિરો વેચવાના બેનર્સ લાગ્યા છે એ ખોટું છે હું પણ માનું છું કે અશાંતધારો લાગુ પડવો જોઈએ પણ જે રીતે મંદિરો વેચવાની વાત છે એનો વિરોધ કરું છું અને આનો નિકાલ વહેલી તકે આવે એવો પ્રયાસ હાલ હું કરી રહ્યો છું અને આવા મંદિર ના બેનરો પર કોમી પણ થઇ શકે છે માટે વહેલી તકે આનું નિરાકરણ આવવું જોઈએ
આ પણ વાંચોઃ અમદાવાદ પશ્ચિમમાં 'અશાંતધારા' અંતર્ગત છેલ્લા દોઢ વર્ષમાં 9856 અરજીઓ આવી
આ પણ વાંચોઃ રાજકોટમાં અશાંતધારાનું અમલીકરણ : CM Vijay Rupanની રહેણાંક સહિત વધુ 28 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ