ETV Bharat / city

Corona In Surat: સરસ ગામે કોરાનાનું ગ્રહણ, સિદ્ધનાથ મહાદેવ મંદિરને અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય - ઓલપાડ કોર્ટ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરને (Sidhnath Mahadev temple closed for Devotees) અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ટેમ્પલ કમિટીએ વધતા જતા કોરાના કેસને લઈને આ નિર્ણય લીધો હતો.

Corona In Surat
Corona In Surat
author img

By

Published : Jan 16, 2022, 10:07 AM IST

સુરત: જિલ્લાના ફરી એકવાર કોરાનાના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો થઈ રહ્યો છે, ત્યારે વધતા જતા સંક્રમણને લઈને હવે ફરી મંદિરોના દરવાજા ભક્તો માટે બંધ થઈ રહ્યા છે. ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલું એતિહાસિક પ્રાચીન સિદ્ધનાથ મહાદેવનું મંદિર (Sidhnath Mahadev temple closed for Devotees) છે. આ મંદિરમાં બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હોવાથી ભક્તોના સ્વાસ્થ્યની ચિંતા કરીને શનાવારે ટેમ્પલ કમિટીની બેઠક મળી હતી, જેમાં નક્કી કરાયું હતું કે તારીખ 17 જાન્યુઆરીથી અચોક્કસ મુદત સુધી મંદિર બંધ રાખવામાં આવશે.

સરસ ગામે કોરાનાનું ગ્રહણ, સિદ્ધનાથ મહાદેવ મંદિરને અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય

ઘરે બેસી દર્શનાર્થીઓ મહાદેવના દર્શન કરી શકશે

મંદિર ઐતિહાસિક પ્રાચીન હોવાથી રાજ્યભરમાંથી મહાદેવ ભક્તો આવતા હોય છે. કોરાના લીધે મંદિર બંધ રાખવાના નિર્ણયને લીધે તેઓને મંદિરમાં પ્રવેશ મળશે નહીં. તેઓ ઘરે બેઠા સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શકે તે માટે જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરનો વહીવટ નામદાર ઓલપાડ કોર્ટ (Olpad Court) કરી રહી છે. જેથી આ મંદિરની ટેમ્પલ કમિટીના ચેરમેન ઓલપાડ કોર્ટના બીજા એડીશનલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી સાહેબની ટીમ કરી રહી છે. ત્યારે શનિવારે કોરાના સંક્રમણને લઈને મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: ETV BHARAT Rubaru: સાયન્સ સિટી 365 દિવસ નવું જ્ઞાન આપવા સજ્જ હોય છે : એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નરોત્તમ સાહુ

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 9,177 પોઝીટીવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.