ETV Bharat / city

દર્શના જરદોશ કેન્દ્રીયપ્રધાન બન્યાં બાદ પહેલીવાર આવ્યાં સુરત જિલ્લામાં, ભાજપે કર્યું ભવ્ય સ્વાગત

સુરતના સાંસદ તરીકે કેન્દ્રીયપ્રધાન બનેલા દર્શના જરદોશ પ્રધાન બન્યા બાદ પ્રથમવાર સુરત જિલ્લામાં આવતા તેમનો જન આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. સમગ્ર કાર્યક્રમમાં કોરાના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યાં હતાં.

દર્શના જરદોશ કેન્દ્રીયપ્રધાન બન્યાં બાદ પહેલીવાર આવ્યાં સુરત જિલ્લામાં, ભાજપે કર્યું ભવ્ય સ્વાગત
દર્શના જરદોશ કેન્દ્રીયપ્રધાન બન્યાં બાદ પહેલીવાર આવ્યાં સુરત જિલ્લામાં, ભાજપે કર્યું ભવ્ય સ્વાગત
author img

By

Published : Aug 16, 2021, 8:13 PM IST

  • દર્શના જરદોશ સુરત જિલ્લાની મુલાકાતે આવ્યાં
  • પ્રધાનપદ બાદ પહેલીવાર આવ્યાં સુરત જિલ્લામાં
  • જનઆશીર્વાદ કાર્યક્રમ યોજાયો, કોરાના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યાં

    સુરતઃ આજથી ભાજપની રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના પ્રધાનોની જનઆશીર્વાદ કાર્યક્રમ શરુ થયાં છે.જેને લઇને સુરતના સાંસદ એવા દર્શના જરદોશ કેન્દ્રીયપ્રધાન પદ પામ્યાં બાદ પહેલીવાર જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. કાર્યક્રમમાં જિલ્લાના તમામ ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.

કોરાના ગાઈડલાઈનના ધજાગરા

જોકે કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં જન મેદની એકઠી કરવામાં આવી હતી પરંતુ કોરોના ગાઈડલાઈનના પાલનમાં મીંડું જોવા મળ્યું હતું. તો બીજી તરફ જિલ્લાના મોટાભાગના હોદ્દેદારો માસ્ક વગર જોવા મળ્યાં હતાં. જોકે મીડિયા દ્વારા આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવતાં પ્રધાન દ્વારા તમામ લોકોને કાર્યક્રમ પહેલાં આ બાબતે સૂચના આપી દેવામાં આવી હતી પરંતુ ઉત્સાહમાં આવી માસ્ક નહી પહેર્યા હોવાનું પ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશનના પૂર્વ તરફના ભાગને પણ સમાંતર વિકસાવી શકાશે, રેલવે રાજ્યપ્રધાન લાવ્યાં ઉકેલ

આ પણ વાંચોઃ સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સમક્ષ રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.