ETV Bharat / city

તૌકતે વાવાઝોડાંના કારણે સુરત મનપાની વિવિધ મિલકતોને નુકસાન - વાવાઝોડું સુરત

તૌકતે વાવાઝોડાએ દરેક જગ્યાએ વિવિધ તારાજી સર્જી હતી. ત્યારે ચક્રવાતને કારણે સુરત મનપાની વિવિધ મિલકતો રોડ-રસ્તા વગેરે સહિત કુલ 10.78 કરોડનું નુકસાન થયું છે. આ અંગેનો રિપોર્ટ મનપાએ સરકારને મોકલી આપ્યો છે.

સુરત મનપાની વિવિધ મિલકતોને નુકસાન
સુરત મનપાની વિવિધ મિલકતોને નુકસાન
author img

By

Published : May 21, 2021, 11:40 AM IST

  • તૌકતે વાવાઝોડાએ સર્જી તારાજી
  • ચક્રવાતથી સરકારી મિલકતોને ભારે નુકસાન
  • નુકસાનનો રિપોર્ટ મનપાએ સરકારને મોકલી આપ્યો

સુરત: તૌકતે ચક્રવાતની અસરમાંથી સુરત શહેર હેમખેમ રીતે કોઇ મોટી દુર્ઘટના કે જાનહાનિ વગર બહાર નીકળી આવ્યું છે અને જનજીવન સામાન્ય બની ગયું છે. ભારે પવન અને વરસાદને કારણે શહેરમાં સૌથી વધુ નુકસાન ઝાડ ધરાશાહી થવાથી થયું છે. શહેરમાં અંદાજે 500થી વધુ નાના-મોટા ઝાડ તૂટી પડ્યા છે. ભારે પવનને કારણે નમી પડેલા વધુ 66 ઝાડો પડી જતા ફાયર વિભાગે તરત ઘટના સ્થળે જઇ આ ઝાડ કાપી રસ્તા પર સાઈડ કરી રોડ-રસ્તાના બ્લોકેજ ખુલ્લા કરાવ્યા છે. ચક્રવાતને કારણે સુરત મનપાની વિવિધ મિલકતો રોડ-રસ્તા વગેરે સહિત કુલ 10.78 કરોડનું નુકસાન થયું છે. આ અંગેનો રિપોર્ટ મનપાએ સરકારને મોકલી આપ્યો છે.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને લઈ સુરત જિલ્લા કલેક્ટરનો સંદેશ: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

વાવાઝોડામાં વિવિધ મિલકતોને થયું નુકસાન

મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગને જ ઝાડ પડવાના 304 કોલ બે દિવસમાં મળ્યા છે. આ સિવાય પણ ફાયર વિભાગ દ્વારા બે દિવસ રાઉન્ડ-ધ-ક્લોક તૂટેલા ઝાડ રસ્તા પરથી દૂર કરવાની કામગીરી યુદ્ધ કરે કરવામાં આવી હતી. 68 વીજળીના થાંભલા તૂટી પડ્યા છે. ભારે પવનને કારણે ફાયર વિભાગને વાહન મશીનરીમાં થયેલી ક્ષતિને કારણે 51, લાખ વિવિધ ઝોનની મિલકતોમાં 3.07 કરોડ, ડ્રેનેજ વિભાગને 1.20 કરોડ, સ્ટ્રીટલાઈટ વિભાગને 9.50 લાખ, BRTS અને ટ્રાફિક વિભાગને 20 લાખનું નુકશાન થયું છે.

આ પણ વાંચો: વીજ લાઈન ચાલુ કરવા વીજ કંપનીએ યુદ્ધના ધોરણે કરી કામગીરી

સરકારી-ખાનગી 58 મિલકતોને નાનું-મોટું નુકસાન થયું

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં 42 કિ.મી. લંબાઇમાં 225 રોડ ક્ષતિગ્રસ્ત થયા છે. 7 કિલોમીટર ફૂટપાથ તથા 30 કિલોમીટર ગ્રીલ ગાર્ડન વિભાગમાં અને 18 નાના-મોટા બ્રિજને થયેલી ક્ષતિ સહિત કુલ 10.78 કરોડનું નુકસાન મનપાની મિલકતને થયું છે. આ સિવાય સરકારી-ખાનગી 58 મિલકતોને નાનું-મોટું નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.