- નવી સિવિલ હોસ્પિટલમાં 2 એક્સરે મશીન બંધ, દર્દીઓને હાલાકી
- દૈનિક 400થી 500 લોકો એક્સરે કાઢવા આવે છે
- એક્સરે મશીન બંધ થતા ભારે હાલીકી
સુરત: શહેર નવી સિવિલ હોસ્પિટલમાં 4 સીટી સ્કેન મશીન પૈકી બે બંધ થઇ જતાં દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. જેને લઇને નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ લોકો સારવાર અર્થે આવતા હોય છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દૈનિક 400થી 500 લોકો એક્સરે કાઢવા આવે છે 4 એક્સરે મશીન પૈકી 2 બંધ થઈ જતા લોકોને ભરે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકો લાઈનમાં ઊભા રહ્યા બાદ દર્દીઓના એક્સરે માટે નંબર લાગે છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક્સરે મશીન 2 મહિનાથી બંધ
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી સારવાર માટે દર્દી આવતા હોય છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં એક્સરે વિભાગમાં 4 એક્સરે મશીન છે. તે પૈકી 2 એક્સરે મશીન 2 મહિનાથી બંધ છે. જેને લઇને દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. એક્સ-રે કઢાવવા રોજિંદા આખરે 400થી 500 લોકો આવે છે. 2 મશીન બંધ હોવાથી દર્દીઓને એક્સરે કઢાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે, ત્યારે બાદ નંબર આવે છે નંબર લાગ્યા બાદ 4 કલાક પછી રિપોર્ટ મળે છે જેને લઇને એક્સ-રે કઢાવવા આવેલા દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: 3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું
દર્દીઓ બીમારીથી પીડાઈ રહ્યા છે બેસી શકતા નથી
એક્સ-રે કરાવવા આવેલા ભાવનાબેન શેઠે જણાવ્યું હતું કે, બંને પગમાં ઓપરેશન કરવાના હોવાથી એક્સ-રે કરાવવા બે કલાકથી હોસ્પિટલમાં આવી છું આશરે 400 થી 500 માણસો એક્સરે માટે લાઇનમાં ઊભા છે. 2 એક્સરે મશીન ચાલું છે દર્દી ક્યાં સુધી પરેશાન થશે મારી સામે ઘણા દર્દી આવે છે તે બેસી નહીં શકતા તથા બીમારીથી પીડાઈ રહ્યા છે તંત્રે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.
દર્દીઓને હાલાકી
વધુમાં હાથનું ઓપરેશન કરેલા 14 વર્ષીય સુજાતાએ જણાવ્યું હતું કે, મારા હાથનું ઓપરેશન થયું છે એટલે એક્સરે કરાવવા આવી છું અહીં 2 જ મશીન છે અને વધારે દર્દી છે એટલા માટે જલ્દી નંબર નહીં લાગતો. નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી દેસાઈએ જણાવ્યું હતું કે, એક મહિનાથી 4 પૈકી બે મશીન બંધ છે એક મશીનના ટ્યુબનો પ્રોબ્લેમ છે ત્યારે 7 દિવસ પહેલા અમે સરકારને જાણ કરી છે ટ્રોમા સેન્ટર માટે ઇમર્જન્સીમાં 2 મશીન છે એવું લાગે તો ત્યાં એક્સરે કાઢી શકાય અમે સરકાર પાસે મશીન ની માગી કરીએ છેએ. એક્સરે મશીન જૂનું હોવાથી ટ્યૂબમાં વધારે ખર્ચ ન કરી શકાયxમાં ખર્ચ કરાય કે, નહીં તે ચર્ચા ચાલી રહી છે. સોમવારે અને મંગળવારે OPD ચાલુ હોવાથી વધારે દર્દીઓની આવતા હોય છે. હાલ દર્દીઓને પડી રહેલી હાલાકીને લઇને ચર્ચા કરી દર્દી માટે વ્યવસ્થા ઊભી કરવા કરવામાં આવશે.