સુરત: સુરત શહેરમાં ફરી એકવાર ગુજસિટોક હેઠળ (Crimes Under Gujsitok) શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (B Division Police Station)હત્યા, હત્યાની કોશિશ જેવા અન્ય ગંભીર ગુનાઓને અંજામ આપતા કુલ 16 સભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ 16 આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ જેવા અન્ય ગંભીર ગુનાઓમાં કુલ 58 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે, જેમાં અત્યાર સુધીમાં કુલચા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ ગેંગ જેલમાં જ સક્રિય થઇ ગઈ હતી
સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં (Police Station surat) ગત 9મી ડિસેમ્બરના રોજ એક ફરિયાદી પાસેથી 10000 રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ગુનામાં રાજ નિતીનભાઈ પાટીલ, પિન્ટુ નંદુભાઈ, સંતોષ લાગનાલ, તથા એક મહિલા આરોપી આ તમામની આ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાજ પાટીલ જે જેલમાંથી પેરોલ ઉપર છૂટયો હતો. એ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જ હત્યાના ગુનામાં જેલમાં કાચા કામના કેદી તરીકે હતો. આ પેહલાનાં ડીંડોલી લિંબાયત ઉધના પોલીસ સ્ટેશનમાં આ ગેંગ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, મારામારી, બળજબરીપૂર્વક ખંડણીઓ માગવી તથા અન્ય ગંભીર ગુનાઓ છેલ્લા દસ વર્ષમાં ઘણી ફરિયાદો નોંધવામાં આવી હતી.
16 જેટલા સભ્યો ઉપર ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી
આ ગેંગના સભ્યો પોતાના આર્થિક લાભ માટે જે તે વિસ્તારમાં પોતાનો ધાક માટે લોકોને ડરાવી ધમકાવીને પાસે પૈસા માંગવાનું કામ કરતા હતા. આમાં કુલ 16 જેટલા સભ્યોના નામ બહાર આવ્યા છે, અને આ 16 જેટલા સભ્યો ઉપર 58 જેટલા ગુનાઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ખોટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તેવી હકીકત બહાર આવી હતી, તેના અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર તરફથી આદેશ કરવામાં આવ્યો હતો, તથા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા ગુજસિટોક હેઠળ કલમ ઉમેરો કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.
કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
આ ગુનામાં 16 જેટલા સભ્યો ઉપર ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, નરેન્દ્ર અને અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગુજસિટોક હેઠળ નામદાર કોર્ટ પાસેથી રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ગુનામાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને 2 આરોપીની ધરપકડ કરી છે, આમ કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તે સિવાય અન્ય આરોપીઓ જેલ કસ્ટડીમાં છે, તેઓ કાચા કામના કેદી તરીકે હાલ લાજપોર જેલમાં છે, એ આરોપીઓનો પણ કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તથા અન્ય 3 આરોપીઓ પકડથી દૂર છે, તેમની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો
Surat Cyber Police:સુરતમાં યુવકને ફોટા અને વાતોનું રેકોડિંગ વાયરલ કરવાની ધમકી આપી