ETV Bharat / city

Crime in Surat : માથાભારે દિલીપ ચાવડાને 7થી 8 જેટલા ઈસમોએ તલવાર ચપ્પુ જેવા ઘા ઝીકી હત્યા કરી - FSL

સુરતમાં વધુ એક હત્યાનો બનાવ (Crime in Surat) સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં એક માથાભારે ઇસમની હત્યા કરાઈ છે. મોડી રાતે દિલીપ ચાવડાની હત્યા કરાઈ છે. 7થી 8 જેટલા ઈસમોએ તલવાર ચપ્પુ જેવા ઘા ઝીકી તેની હત્યા કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો (Surat Police) ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Crime in Surat : માથાભારે દિલીપ ચાવડાને 7થી 8 જેટલા ઈસમોએ તલવાર ચપ્પુ જેવા ઘા ઝીકી હત્યા કરી

author img

By

Published : Dec 16, 2021, 6:24 PM IST

સુરત : સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુંદ્રા પોપડા પાસે પાર્કિંગમાં દિલીપ ચાવડા ઉર્ફે દિલીપ બેઠો હતો. તે સમયે 7થી 8 જેટલા ઈસમો ત્યાં ઘસી આવ્યા હતાં અને તેના પર તૂટી પડ્યા હતાં. તલવાર અને ચપ્પુના ઘા ઝીકતા તેનું મોત (Crime in Surat) નીપજ્યું હતું.

હોસ્પિટલ લઇ જવાતાં મૃત જાહેર કરાયો

મોડી રાતે બનેલી આ ઘટનાથી ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તેને (Surat Police) હોસ્પિટલ ખસેડતાં ફરજ પરના તબીબે તેને મૃત (Crime in Surat) જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવને લઈને કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી

સ્થળે જઈને એફએસએલની મદદ પણ લેવામાં આવી

બનાવ અંગે ACP સી. કે. પટેલે (Surat Police)જણાવ્યું હતું કે રાત્રીના સમયે દિલીપ ચાવડા ઉર્ફે દિલીપની રઘુ હકા ભરવાડ અને તેની સાથે આવેલા 7 જેટલા ઈસમોએ તલવાર અને ચપ્પુના ઘા ઝીકી હત્યા (Crime in Surat) કરી હતી. દિલીપ નામચીન ગુનેગાર હતો. હત્યા કરનારા તમામ લોકોની ઓળખ થઇ ગયી છે. ઘટનાસ્થળે જઈને એફએસએલની (FSL) મદદ પણ લેવામાં આવી છે. આ બનાવમાં પોલીસે તમામ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Surat Girl Child Rape Murder: સુરતમાં 10 વર્ષની માસૂમને ઈંટ મારી દુસ્કર્મ-હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા

આ પણ વાંચોઃ Murder in Gir Somnath: એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની હત્યા કરી, 1.35 લાખના દાગીનાની લૂંટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.