સુરત : સુરતના ડિંડોલી સ્થિત પ્રાયોશા પ્રાઈમ બિલ્ડીંગમાં આવેલી (Milk Theft in Dindoli) બેકરીની બહારથી દૂધ અને દહીંના કેરેટની ચોરી થઇ છે. મોપેડ પર આવેલા બે શખ્સો 4 કેરેટ દૂધ અને એક કેરેટ દહીંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ ઘટના બાદ બેકરી માલિક વિરેન્દ્રભાઈએ ડીંડોલી પોલીસ (Crime Case in Surat) મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : Coal Theft in Bhavnagar : ભેળસેળ કોલસાનો થયો પર્દાફાશ, કેવી રીતે પોલીસે પકડી ગેંગને જૂઓ
બે શખ્સો બેકરી પર - સુરતના ડિંડોલી સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા વીરેન્દ્ર તુલસીરામ તાવડે ડિંડોલી સ્થિત પ્રાયોશા પ્રાઈમ બિલ્ડીંગમાં ધનશ્રી નામથી બેકરી ચલાવે છે. ગત 31 જુલાઈના રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓની બેકરી (Milk theft in Surat) પાસે ચોરી થઇ હતી. મોપેડ પર આવેલા બે શખ્સો બેકરી પર રાખવામાં આવેલા 4 કેરેટ દૂધ અને એક કેરેટ દહીં મળી કુલ 5426 રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે બેકરી પર આવી દુકાન માલિકે તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ આસપાસ લાગેલા CCTV ફૂટેજ તપસ્યા હતા.
આ પણ વાંચો : દહેજ સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી
અગાઉ પણ ચોરી - દુકાન માલિકે CCTV ચકાસતા જાણવા મળ્યું કે, રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ મોપેડ પર આવેલા બે શખ્સો ચોરી કરતા નજરે ચઢ્યા હતા. દુકાન માલિક વિરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ (Theft at Prayosha Prime Building) રીતે ચોરીની ઘટના બની હતી. પરંતુ તે સમયે કોઈ ફરિયાદ કરવામાં આવી ના હતી. પરંતુ ફરીથી ચોરીની ઘટના બની છે. તેમજ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેથી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેઓની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.