ETV Bharat / city

સુરત MD ડ્રગ્સ કેસનું મુંબઈ કનેક્શન, ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી - સુરત ક્રાઇમ બ્રાન્ચ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ MD ડ્રગ્સ કેસ પ્રકરણમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી એરોટિકલ બી ફાર્મા કંપનીનો અભ્યાસ કરી ચૂકેલો એન્જીનીયર છે. જ્યારે અન્ય એક આરોપી મુંબઈનો રહેવાસી છે. આ સાથે સમગ્ર MD ડ્રગ્સ કેસ પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના ઉસ્માન સેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat MD drugs case
સુરત MD ડ્રગ્સ કેસનું મુંબઇ કનેક્શન, ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી
author img

By

Published : Sep 29, 2020, 10:38 PM IST

સુરતઃ શહેરના ડુમસ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કરોડથી વધુના MD ડ્રગ્સ સાથે સલમાન ઉર્ફે અમન હનીફ ઝવેરીની ધરપકડ કરી હતી. જે ડ્રગ્સ નો જથ્થો પૂણા ગામમાં આવેલા સાયોના કોમ્પ્લેક્સના સંકેત અસલાલીયા નામના આરોપી પાસેથી ખરીદી કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે છાપો મારી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યાં તેની પાસેથી લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરત MD ડ્રગ્સ કેસનું મુંબઇ કનેક્શન, ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી

સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી સંકેત અસલાલીયાએ સલમાન ઉર્ફે અમનને ડ્રગ્સનો આ જથ્થો વેચાણથી આપ્યો હતો. આ ડ્રગ્સ સંકેત ક્યાંથી લાવ્યો હતો તે અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા ચલાવવામાં આવી હતી. જ્યાં આરોપી સંકેત અસલાલીયા પોતાના નજીકના મિત્ર અને બી ફાર્માનો અભ્યાસ કરી ચૂકેલા એન્જીનીયર પ્રગણેશ ઠુમ્મરની મદદથી કડોદરા ખાતે આવેલા એક મકાનની ફેક્ટરીમાં ડ્રગ્સનો આ જથ્થો બનાવતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

પોલીસ ફેક્ટરી પરથી છાપો મારી MD ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત રૉ-મટીરીયલ પણ જપ્ત કર્યું હતું. જ્યારે આરોપી પ્રગણેશ ઠુમ્મરની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં ડુમસ વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી સલમાનને આ ડ્રગ્સનો જથ્થો અપાવવામાં વાપીના મનોજ કુમાર શીતલપ્રસાદ ભગતની પણ ભૂમિકા બહાર આવી હતી. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાપી ખાતેથી મનોજ શીતલપ્રસાદ નામના આરોપીની ધરપકડ કરી છે.

આ સાથે જ અઠવાડિયા પહેલા વરાછાના એ.કે.રોડ પરથી કાર અને દોઢ લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા વિનય ઉર્ફે બંટી નામના શખ્સની પૂછપરછ દરમિયાન મુંબઈ કનેક્શન બહાર આવ્યું હતું. જ્યાં તેમણે ડ્રગ્સનો જથ્થો મુંબઇના રોહન ઝા નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. જેને લઈ મુંબઈ ગયેલી ક્રાઇમ બ્રાંચની એક ટિમ રોહન ઝાની ધરપકડ કરી સુરત લાવી હતી. જ્યાં રોહન ઝાની પૂછપરછ કરતા તેમણે ડ્રગ્સનો જથ્થો ઉસ્માન સેખ પાસેથી વિનય ઉર્ફે બંટીને અપાવ્યો હતો.

આ સમગ્ર MD ડ્રગ્સ કેસમાં હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી મુંબઈના ઉષ્માન સેખને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યાં આગામી દિવસમાં નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ ઉડતા ગુજરાતઃ સુરત પોલીસે 1.89 કરોડનું ડ્રગ્સ અને ગાંજો કબ્જે કર્યો

  • સુરતમાં 48 કલાકની અંદર પોલીસે 4 અલગ-અલગ કેસ કરી શહેરમાં ચાલતા મોટા ડ્રગ્સ રેકેટ અને માદક પદાર્થના વેચાણનો પર્દાફાશ કર્યો છે. જેમાં 3 ડ્રગ્સ પેડલર સહિત 3 ગાંજાના વેપાર કરનારા આરોપીઓની ધરપકડ કરી છે. ચારેય કેસમાં પોલીસે 1.89 કરોડનો ડ્રગ્સ અને ગાંજો કબ્જે કર્યો છે. 3 ડ્રગ્સ કેસમાં પકડાયેલા ડ્રગ્સ પેડલર મુંબઈથી આ ડ્રગસ લાવતા હતા. જેથી સુરત પોલીસે આ તેમની તમામ માહિતી મુંબઈમાં ડ્રગ્સ રેકેટની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ બ્યૂરોને આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.