- ટેક્સટાઈલ અને ડાયમંડ ક્ષેત્રે ગુનાખોરી રોકવા માગ
- ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કરાઈ રજૂઆત
- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ કરી રજૂઆત
- સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા માગ
સુરતઃ ટેક્સટાઈલ અને ડાયમંડ ક્ષેત્રમાં આર્થિક ગુના પર બ્રેક લગાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરી છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા ચેમ્બરે માગ કરી છે. આર્થિક ગુનામાં વધારો સુરતને રાજ્યની આર્થિક રાજધાની કહી શકાય. ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રના ઉદ્યોગો દેશ-વિદેશમાં વ્યાપેલા હોવાથી ઘણા લેભાગુઓ દ્વારા સુરતના ટેક્સટાઈલ તથા ડાયમંડના ઉદ્યમી જોડે સમયાંતરે આર્થિક ગુના આચરવામાં આવે છે.
- અત્યારે હેડક્વાર્ટર વડોદરામાં છે
અગાઉ વર્ષ 2010માં આવા પ્રકારના ગુનાની તપાસ કરવા અર્થે રિંગ રોડ ખાતે એક પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું અને તેનું હેડક્વાર્ટર વડોદરામાં રાખવામાં આવ્યું હતું. તે સમયે FIR સુરતમાં નોંધવામાં આવતી નહોતી અને લગભગ 30 દિવસ જેટલો સમયગાળો થતો હતો. આથી પોલીસ સ્ટેશનની ઉપયોગિતા રહી નહોતી અને અંતે બે વર્ષ ચલાવી બંધ કરવામાં આવ્યું હતું.
- એસઆઈટીની રચના કરવા ગૃહપ્રધાનને રજૂઆતઃ
ઉપરોક્ત અનુભવના આધારે ચેમ્બર દ્વારા ગૃહપ્રધાનને સુરતમાં આર્થિક ગુનાની નોંધણી અને તેની તપાસ કરવા અર્થે તાત્કાલિક ધોરણે એસઆઈટી નિમવા રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ અમદાવાદ ખાતે ટેક્સટાઈલ ઉદ્યોગમાં થતા આ જ પ્રકારના આર્થિક ગુનાને નોંધવા તથા તપાસ અર્થે SIT બનાવાઈ છે. એવી જ જરૂરિયાત સુરતને પણ હોય.