- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સેમ્પલ લેવાયા
- અગાઉ સાબરમતી નદી, કાંકરિયા તેમજ ચંડોળા તળાવના પાણીમાંથી કોરોના મળી આવ્યો હતો
- સુરતના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શહેરના 99.50 ટકાની વસ્તી આવરી લે છે
સુરત: અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા તેમજ ચંડોળા તળાવના પાણીમાંથી કોરોના વાઇરસ ( Coronavirus In Water ) મળી આવતા હવે રાજ્ય સરકાર હરકતમાં છે. સુરતમાં પાણીમાં કોરોના વાઇરસ ( corona virus ) શોધવા માટે સરકારે સૂચના આપી છે. જે અનુસંધાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ( vnsu ) નિષ્ણાંતો દ્વારા 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ( Suez Treatment Plant ) સેમ્પલ લેવાયા છે. સાત દિવસની અંદર આ અંગેની રિપોર્ટ પણ સામે આવી જશે. સુરતના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શહેરના 99.50 ટકાની વસ્તી આવરી લે છે. તેથી આ પ્રોજેકટ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કારણ કે, થોડા દિવસ પહેલા શહેરમાં કોરોનાની બીજી લહેરના કારણે રોજ લગભગ 2,000 કેસ સામે આવતા હતા.
સુરતના 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ( Suez Treatment Plant ) પાણીના નમૂના લેવાયા
સુરતમાં પાણીમાં કોરોના વાઇરસ ( Coronavirus In Water ) શોધવા માટે સરકારે સૂચના આપી છે. જે અનુસંધાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સેમ્પલ લેવાયા છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં આવેલા 11 જેટલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ પહેલાના ગંદા પાણીના સેમ્પલ એકત્ર કરીને ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
પાણીમાંથી કોરોના વાઇરસ મળ્યા બાદ હવે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા એલર્ટ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી લેબના નિષ્ણાંતો દ્વારા સુરતના 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ પહેલાના ગંદા પાણીના સેમ્પલ એકત્ર કરાયા છે. જેથી નિષ્ણાંતો જાણી શકે કે કોરોના વાઇરસ કેટલો ફેલાયો છે. હાલ જ અમદાવાદના સાબરમતી નદી અને કાંકરિયા તેમજ ચંડોળા તળાવના પાણીમાંથી કોરોના વાઇરસ મળ્યા બાદ હવે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા એલર્ટ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નમૂના લેવાયા છે ત્યારે તાપી નદીમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવશે. સુરતમાં પણ પાણીમાં કોરોના વાઇરસ છે કે કેમ તેના સંશોધન માટેના પ્રયાસો રાજ્ય સરકારના આદેશ બાદ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ માટે સુરત મહાનગર પાલિકાના વિવિધ વિસ્તારમાં આવેલા 11 જેટલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ પહેલાના ગંદા પાણીના સેમ્પલ એકત્ર કરીને ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
ચકાસણી ત્રીજી વેવની જાણકારી એકત્ર કરવા માટે લાભકારી સિદ્ધ થશે
ઉલ્લેખનીય છે કે, માત્ર સાબરમતી નદી જ નહીં પરંતુ, અગાઉ ભારતના અનેક શહેરોમાં સુએઝ લાઇનમાંથી પણ કોરોનાના જીવિત વાઇરસ મળી આવ્યા હતા. જે સેમ્પલો હાલ લેવામાં આવ્યા છે તેની એક જ અઠવાડિયામાં ચકાસણી કરી લેવામાં આવશે. કોરોના વાઇરસ મનુષ્યના મળમૂત્રમાંથી બહાર જતો હોવાથી આ સેમ્પલો લેવામાં આવ્યા છે. નમૂના લેવાનો ફાયદો થશે. કારણ કે, આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે. સંબંધિત વિસ્તારમાં કોરોના કેટલો ફેલાયેલો છે અને નવો વેપાર શરૂ થયો છે કે કેમ તે અંગેની માહિતી આ સેમ્પલની ચકાસણીના આધારે જાણી શકાશે.
11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં 1173 MLD પાણી ટ્રીટમેન્ટ થાય છે
ભૂગર્ભ ગટર વ્યવસ્થા અંતર્ગત આ 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં 1173 MLD અને 60 સુરેશ પંપીંગ સેન્ટર દ્વારા 2038.50 MLD અને 1957 કિલોમીટર ભૂગર્ભ ગટર લાઈન કાર્યરત છે. આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, આ તમામ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શહેરમાં લોકોને શુદ્ધ પાણી આપવામાં આવે છે, પરંતુ હાલ જે રીતે સેમ્પલ લેવાયા છે તેના થકી જાણવા મળશે કે જે ગંદા પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવે છે તેમાં કોરોના વાઇરસ છે કે નહીં. શુદ્ધિકરણ પહેલા પાણીમાં શું કોરોના વાઇરસ જોવા મળ્યો છે કે નહીં તે અંગેની તમામ જાણકારીઓ રિપોર્ટમાં જાણવા મળશે.
થોડા દિવસો પહેલાં અમદાવાદમાં પાણીમાંથી કોરોના વાઈરસ મળી આવ્યો હતો
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)ના અર્થ વિજ્ઞાન વિભાગ ( Semantics Department )ના પ્રોફેસર મનીષ કુમારે અન્ય સંસ્થાઓના તાજજ્ઞોને સાથે કોરોનાને લઈને મહત્વનું રિસર્ચ કર્યું છે. સાબરમતી નદી ( Sabarmati River ) માંથી તેમને 18 જેટલા સેમ્પલ જ્યારે ચંડોળા તળાવ અને કાંકરિયા તળાવ ( kakriya Lake ) માંથી પણ અંદાજિત 16 જેટલા સેમ્પલ ચાર મહિનામાં પાંચ વખત લીધા હતા. જેના આધારે આ પાણીમાં વાઈરસ મળી આવ્યો હતો. પરંતુ આ ડેડ વાઇરસ હોવાથી તેનાથી અત્યારે કોઈ ખતરો નથી તેવું તેમણે જણાવ્યું હતું.
વાતાવરણનું પણ મોનિટરીંગ જરૂરી
પ્રો. મનીષ કુમારે જણાવ્યું હતું કે, નદી તળાવમાં શું ઠલવાઈ રહ્યું છે તેનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે. માણસની જેમ વાતાવરણનું પણ મોનિટરિંગ કરતા રહેવું જોઈએ. જોકે આ વાઇરસ ડેડ વાઇરસ હોવાથી અત્યારે ડરવાની જરૂર નથી. પરંતુ સ્વિમિંગ પૂલ વગેરે પાણી વાળી જગ્યાઓ પર સાવધાની જરૂરી છે. એક નવી ગાઈડલાઈન પણ પાણીને લઇને બની શકે છે કે આવી શકે. જો કે પાણીમાં વાઇરસ રહ્યો છે આ વૃત્તિ વાઇરસ હતો પરંતુ આપણે સ્વિમિંગ પૂલ થી પણ થોડા એલર્ટ રહેવાની જરૂર છે. સ્વિમિંગ પૂલ પણ ખૂણામાં ખતરો સાબિત થઈ પણ શકે છે. આપણે પાણી પર વધુ નિર્ભર રહેતા હોઈએ છીએ જેથી આ રિસર્ચ વધુ મહત્વનું સાબિત થઈ શકે છે.
4 મહિનામાં લેવાયા સેમ્પલ
છેલ્લા સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર સુધીમાં આ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 5 વાર જીન મળ્યા હતા. જોકે, કોરોનાના ડેડ વાઇરસ આ જીનમાં હતા તેવું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, જ્યારે અમે સેમ્પલ લઈએ છીએ ત્યારે 24 કલાકમાં પુરા સિટીનું લોકેશન લઈએ છીએ. તેમાં પણ ખાસ કરીને એક દિવસ સેમ્પલ લાવી, પ્રોસેસ કર્યા બાદ ફરી 24 કલાકમાં તેના પર રિસર્ચ પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે ટોટલ બે જેટલા દિવસ આ પ્રક્રિયામાં લાગે છે.
વૈજ્ઞાનિક ઢબે સર્વે
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, અમે પાણીમાં વાઈરસ છે કે નહીં તેનું રિસર્ચ કરતા પહેલા તેના સેમ્પલ લઈએ છીએ. આ પાણીને ફિલ્ટર કરીએ છીએ અને તેનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરીએ છે અને પછી તેમાંથી તારણ કાઢીએ છીએ. અમે ચાર મહિનામાં પાંચ વાર જુદા-જુદા સેમ્પલ લીધા હતા. જેને એક પ્રકારનું સ્ટેપલ સર્વેલન્સ કહી શકાય. આ પહેલા અમે વેસ્ટ વોટર સર્વે કર્યો હતો. તેમાં પણ આ પ્રકારે જીન લીધા હતા જેમાં તારણ એ આવ્યું હતુ. બીમારી આવતા પહેલા ખબર પડી શકે છે. તે જ રીતે આ સર્વે કર્યો છે. જોકે, અમે કરેલા સર્વેમાં ડેડ વાઇરસ સામે આવ્યો છે. જેથી ચિંતાની કોઈ વાત નથી.
આ પણ વાંચો: પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી વસ્ત્રાપુર લેકની મુલાકાત
આ પણ વાંચો: પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી ચંડોળા તળાવની મુલાકાત
આ પણ વાંચો: અમદાવાદની સાબરમતી નદી અને બે તળાવમાં મળ્યો કોરોના વાયરસ, જાણો કઈ રીતે કરાયું રીસર્ચ
આ પણ વાંચો: IIT ગાંધીનગર રિસર્ચ: અમદાવાદની 10 અને ગાંધીનગરની 4 જગ્યા પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ
આ પણ વાંચો: સુરતના 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ( Suez Treatment Plant ) પાણીના નમૂના લેવાયા