ETV Bharat / city

સુરત કાપડ વેપારીઓના આઠ હજાર કરોડ રૂપિયાના વેપાર પર કોરોનાની અસર - gujarat corona news

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં માર્ચ-એપ્રિલ અને મેં મહિના મુખ્ય ગણાય છે. આ ત્રણ મહિનામાં આશરે 8 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ વેપાર થતો હોય છે. પરંતુ આ વખતે સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે સુરત કાપડ વેપારીઓના આઠ હજાર કરોડ રૂપિયાના વેપાર ઉપર ગ્રહણ લાગી ગયું છે. સુરત પાલિકાના નિયમ અને સતત વધી રહેલા સંક્રમણના ભયથી વેપારીઓ સુરત આવી રહ્યા નથી અને હાલ વેપારીઓ પાસે કોઈ વિકલ્પ નથી કે તેઓ વેપાર કરી શકે.

સુરત કાપડ વેપારીઓના આઠ હજાર કરોડ રૂપિયાના વેપાર પર કોરોનાની અસર

author img

By

Published : Mar 24, 2021, 3:56 PM IST

  • વેપારીઓ ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે
  • ગયા વર્ષે લોકડાઉનના કારણે વેપાર થયો નહીં
  • માર્ચ, એપ્રિલ અને મે માસ ટેક્સટાઇલ માર્કેટ માટે અગત્યાના ગણાય છે
  • કોરોનાના કારણે વેપારીઓને આ વર્ષે પણ નુકસાન થવાનો ભય
  • ખરીદી માટે સુરત આવતા લોકો ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે

સુરતઃ છેલ્લા પાંચ દિવસથી સુરતમાં 450થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. સુરત ટેક્સટાઈલ માર્કેટમાંથી સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો આવતા તંત્ર દોડતુ થયું છે. અત્યાર સુધીમાં 150થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ સુરત ટેક્સટાઈલ માર્કેટમાંથી નોંધાયા છે. જેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા અન્ય રાજ્યોના વેપારીઓને ફરજિયાત કોરોનાનો ટેસ્ટિંગ કરવું પડશે અને 7 દિવસ સુધી કવોરેન્ટાઇન રહેવું પડશે. પાલિકાના આ નિયમ અને સુરતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના ભયથી હવે અન્ય રાજ્યોના વેપારીઓ સુરત આવવા માંગતા નથી. જેના કારણે સુરતના કાપડ ઉદ્યોગને ભારે ફટકો પડી રહ્યો છે.

ગયા વર્ષે લોકડાઉનના કારણે વેપાર થયો નહીં

આ પણ વાંચોઃ સુરત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 577 કોરોના પોઝિટિવ કેસ, 2 દર્દીનાં મોત

સુરતના ટ્રેડર્સ માર્કેટની હાલત કફોડી બની

સુરતમાં ગ્રે કાપડનું પ્રતિદિવસ અઢી કરોડ મીટરનું ઉત્પાદન થાય છે જ્યારે અન્ય મંડીઓથી આવનારા કાપડથી સુરતમાં રોજ સાડાત્રણ કરોડ મીટર કાપડનું પ્રોડક્શન કરવામાં આવે છે. રોજ અઢીસો કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા સુરતના ટ્રેડર્સ માર્કેટની હાલત કફોડી બની છે. માર્ચ, એપ્રિલ અને મે મહિના કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ અગત્યનો ગણાય છે કારણ કે, લગ્નસરાની સિઝન, રમઝાન ત્રીજ અને અન્ય પર્વની ખરીદી આ મહિનાઓમાં થતી હોય છે. શાળાઓના યુનિફોર્મની ખરીદી પણ આજ મહિનાઓમાં અન્ય રાજ્યોમાંથી કરવામાં આવે છે. પરંતુ આ વખતે સુરતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની ખરીદી પર સીધી અસર પડી છે.

અન્ય રાજ્યના વેપારીમાં ભય

આ બાબતે ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે આ ત્રણ મહિના દરમિયાન લોકડાઉનના કારણે વેપાર થયો નથી, વેપારીઓને આશા હતી કે આ વર્ષે આ ત્રણ મહિના દરમિયાન આઠ હજાર કરોડનો વેપાર થઈ શકશે. પરંતુ કોરોનાના કેસો વધતા હાલ વેપાર ઉપર ગ્રહણ લાગ્યું છે. વેપારીઓ ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે, કાપડ માર્કેટમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં રમજાન, લગ્નસરાની સિઝનના કારણે અખાત્રીજે લોકો દ્વરા ખરીદી કરવામાં આવે છે. લગ્નની ખરીદી આશરે 6,000 કરોડ, જ્યારે રમઝાનની 1,000 કરોડ, અખાત્રીજની 2,00 કરોડ અને ઉગાદીની 2,00 કરોડ રૂપિયાની તેમજ શાળા યુનિફોર્મની 300 કરોડ રુપિયાની ખરીદી થતી હોય છે. પરંતુ આ વખતે આ તમામ ખરીદી ઉપર ગ્રહણ લાગ્યું છે. બીજી તરફ દર વર્ષે હોળીના પર્વ પર શ્રમિકો પોતાના વતન જતા હોય છે, પરંતુ આ વખતે ફરીથી લોકડાઉન લાગી જશે તે ભયથી શ્રમિકો પોતાના વતન જઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોના સંક્રમણને લઈ APMC માર્કેટમાં એન્ટ્રી પાસ ફરજિયાત કરાયા

આ અઠવાડિયે માત્ર 350 ટ્રકો ગયા

વેપારી શ્રીકૃષ્ણ બન્કાએ જણાવ્યું હતું કે સુરતમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે, તેનાથી અન્ય રાજ્યોના વેપારીઓમાં રોષ જોવા મળે છે. જે લોકો ખરીદી માટે સુરત આવવાના હતા તેઓ ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે કારણકે સુરત આવ્યા પછી તેમને સાત દિવસ સુધી રહેવું પડે છે. આવી પરિસ્થિતિમાં તેઓ હોટલ કે કોઈના ઘરમાં સાત દિવસ રહી શકે એમ નથી, બીજી બાજુ ગયા અઠવાડિયે અન્ય રાજ્યોમાં 400 જેટલા ટ્રકો કાપડ લઈને રવાના થયા હતા. જે આ અઠવાડિયે માત્ર 350 ટ્રકો ગયા છે અને આવનારા અઠવાડિયામાં એના કરતાં પણ ઓછા ટ્રકો જશે. કરફ્યૂ રાત્રે નવ વાગ્યામાં લાગી જતું હોય છે જેથી કાપડના વેપારીઓ સાત વાગ્યે દુકાનો બંધ કરે છે, દિવસ દરિમાયાન કોઈ વેપાર થતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.