ETV Bharat / city

સુરતમાં સામાન્ય લોકોની સાથે કોરોના વોરિયર્સ પણ સંક્રમિત - સ્મીમેર હોસ્પિટલ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે, સુરતમાં કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શહેરમાં હાલ, 1639 દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ છે.

સુરતમાં સામાન્ય લોકોની સાથે કોરોના વોરિયર્સ પણ સંક્રમિત

author img

By

Published : Apr 18, 2021, 9:21 AM IST

  • કોરોનાને કારણે સુરત સિવિલના 4 ડોક્ટર સંક્રમિત થયા
  • સુરતમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ કેસનો આંક 1639 પર પહોંચ્યો
  • બન્ને હોસ્પિટલમાં ગંભીર હોય તેવા 1392 દર્દી વેન્ટિલેટર બાઇપેપ અને ઑક્સિજન પર

સુરત: કોરોનાએ શહેરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી, સુરત સિવિલના 4 ડોક્ટર સંક્રમિત થયા છે. આ સાથે, સ્મીમેર હોસ્પિટલના એક ડોક્ટર પણ પોઝિટિવ આવ્યા છે. વધુમાં, 3 ખાનગી હોસ્પિટલના ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મનપાના શિક્ષક સહિત 3 કર્મચારીઓ, 2 પોલીસ જવાનો, 49 વિદ્યાર્થીઓ, બેંકના 3 કર્મચારીઓ, ખાનગી શાળાના 6 શિક્ષકો, કલેક્ટર કચેરીના સફાઈ કામદારો, જીએસટી વિભાગનો સ્ટાફ આ સાથે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ ધંધાદારીઓ પોઝિટિવ આવી રહ્યા છે. પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે પણ સંક્રમિત થયા છે કલેકટર કચેરીના સફાઈ કામદાર, જીએસટી વિભાગનો સ્ટાફ, હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 18 લોકો સંક્રમિત થયા છે.

સુરતમાં સામાન્ય લોકોની સાથે કોરોના વોરિયર્સ પણ સંક્રમિત સુરતમાં સામાન્ય લોકોની સાથે કોરોના વોરિયર્સ પણ સંક્રમિત
સુરતમાં સામાન્ય લોકોની સાથે કોરોના વોરિયર્સ પણ સંક્રમિત

આ પણ વાંચો: સુરત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,155 પોઝિટિવ કેસ નોંધાયા

પોઝિટિવ અને શંકાસ્પદ કેસ મળીને 1639 દર્દી દાખલ

સુરતમાં હાલ, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ અને શંકાસ્પદ કેસ મળીને 1639 દર્દી દાખલ છે. જ્યારે, બન્ને હોસ્પિટલમાં ગંભીર હોય તેવા 1392 દર્દીને વેન્ટિલેટર બાઇપેપ અને ઑક્સિજન પર રાખવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 1174 અને શંકાસ્પદ 122 મળી કુલ 1296 દર્દી દાખલ છે. જ્યારે, 1111 દર્દીની હાલત નાજુક છે. જેમાં 25 દર્દી વેન્ટીલેટર, 270 દર્દી બાઇપેપ અને 816 દર્દી ઑક્સીજન પર છે.

આ પણ વાંચો: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તબીબી ટીમે સગર્ભા મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી કર્યા સ્વસ્થ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.