ETV Bharat / city

કોરોના ફેઝ 2ના કારણે બે મહિનામાં જ્વેલરી ઉદ્યોગને વર્ષની 55 ટકાની ખરીદી પર અસર - સોનાચાંદીનું વેચાણ

કોરોનાકાળમાં રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગને આંશિક રાહત આપવામાં આવી છે. સોના અને ચાંદીની દુકાનો શરૂ થઈ ગઈ છે, પરંતુ લગ્નસરાની સીઝન પૂરી થઈ ગઈ છે. જેના કારણે સોનાને ચાંદીના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને તેમની દુકાનો બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એટલું જ નહીં, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં પણ ફટકો પડયો છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો માની રહ્યાં છે કે બે મહિનામાં વર્ષની 55 ટકા ખરીદી પર અસર થઈ છે.

કોરોના ફેઝ 2ના કારણે બે મહિનામાં જ્વેલરી ઉદ્યોગને વર્ષની 55 ટકાની ખરીદી પર અસર

author img

By

Published : May 22, 2021, 5:51 PM IST

  • સુરતમાં જ્વેલર્સને કોરોનાની બીજી લહેરનો મોટો ફટકો
  • વર્ષની કુલ 55 ટકા ખરીદી પર પડ્યો ફટકો
  • લગ્નસરાની સીઝન જતી રહેતાં કરોડોનું નુકસાન

    સુરતઃ રાજ્ય સરકારે હવે તમામ દુકાનો અને વેપાર શરૂ રાખવા માટે બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ફેઝ 2માં તમામ દુકાનો બંધ હતી. માત્ર જીવન આવશ્યક વસ્તુઓની દુકાનો ચાલુ હતી. સંક્રમણનો દર ઓછો થતાં હવે સરકારે દુકાનો બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખવા માટેનો આદેશ આપ્યો છે. જેના કારણે વેપારીઓ રાહત અનુભવી રહ્યા છે. પરંતુ સોનાચાંદી અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે. મોટાભાગની ખરીદી લગ્નસરાની સિઝનમાં થતી હોય છે, જે પૂર્ણ થઈ ગઈ છે અને આ સીઝન દરમિયાન તેમના વેપાર સંપૂર્ણ રીતે બંધ હતાં. જેથી તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
    ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો માની રહ્યાં છે કે બે મહિનામાં વર્ષની 55 ટકા ખરીદી પર અસર થઈ છે

    સેકન્ડ વેવ આવતા મેરેજ સીઝન સંપૂર્ણ રીતે ધોવાઈ ગઈ

    જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના સભ્ય નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે કોવિડ 19 અને મીની લોકડાઉનના હિસાબે લગ્નસરાને બહુ મોટો ફટકો પડ્યો છે. કારણ કે સમરની સીઝન છે. કોવિડ 19ના કાળમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લોકડાઉન હતું. કર્ફ્યુની સ્થિતિ હતી લોકોને લાગતું હતું કે દિવાળી સુધીમાં તેઓ સ્થિતિ સામાન્ય થતાં મોટું ફંક્શન કરી શકશે. પરંતુ એપ્રિલમાં સેકન્ડ વેવ આવતાં મેરેજ સીઝન સંપૂર્ણ રીતે ધોવાઈ ગઈ જેથી જ્વેલરી ઉદ્યોગને મોટું નુકસાન વેઠવાનો આવ્યું છે.

    આ પણ વાંચોઃ વડોદરામાં વૈષ્ણવ ઇનરફેઈથ પુષ્ટિમાગિય ઓર્ગેનાઇઝેશન સંસ્થાએ 3,312 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા

માત્ર અક્ષય તૃતીયા પર જ દોઢસો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર પ્રભાવિત

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સંપૂર્ણ રીતે આ સીઝનમાં કોઈ વેપાર ન થતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મે મહિનામાં લગ્ન સીઝન દરમિયાન આખા વર્ષની 35 ટકાની ખરીદી થતી હોય છે. કોવિડ -19 અને મીની લોકડાઉનના કારણે અક્ષય તૃતીયા પર પણ ખરીદી થઈ ન હતી. દર વર્ષે આ પર્વ પર આખા વર્ષના 20 ટકાની ખરીદી થતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં આશરે દોઢસો કરોડ રૂપિયાનું ટર્નઓવર આ દિવસે થતું હોય છે. અન્ય રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉનના કારણે પણ ખરીદી થઈ નથી. કારણ કે દર વર્ષે અન્ય રાજ્યોથી પણ સુરતમાં ઓર્ડર આવતાં હોય છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય ઘણી ફ્લાઇટ બંધ રહેવાના કારણે પણ ઓર્ડર પ્રભાવિત થયાં છે.

આ પણ વાંચોઃ ચિતા પરથી બેઠો થયો મૃતદેહ, જોતજોતામાં ચાલવા લાગ્યા શ્વાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.