ETV Bharat / city

Corona In Surat: સુરતમાં વેક્સિનના 2 ડોઝ લેનારા 90 ટકા લોકો થયા સંક્રમિત, જાણો કેવી છે તેમની સ્થિતિ - રાંદેર ઝોનમાં કોરોના કેસ

સુરતમાં કોરોના વેક્સિન (Vaccination In Surat)ના 2 ડોઝ લેનારા લોકો પણ સંક્રમિત છે. જો કે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાના કારણે તેઓ જલદી સાજા થઈ રહ્યા છે. સુરત શહેરમાં હોસ્પિટલમાં દાખલ 204 પૈકી 7 દર્દીઓ વેન્ટિલેટર (Corona Cases In Surat) પર છે. તો એક્ટિવ કેસોનો આંકડો 10 હજાર (Active Cases In Surat)થી વધુ છે.

Corona In Surat: સુરતમાં વેક્સિનના 2 ડોઝ લેનારા 90 ટકા લોકો થયા સંક્રમિત, જાણો કેવી છે તેમની સ્થિતિ

author img

By

Published : Jan 13, 2022, 6:12 PM IST

સુરત: શહેર-જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ (Corona In Surat) વધતા આંકડો અઢી હજારને પાર થઇ ગયો છે. 2 વેક્સિન લેનારા 90 ટકા લોકો સંક્રમિત છે, પરંતુ વેક્સિન (Vaccination In Surat)ના કારણે તેઓ જલદીથી સાજા થઇ રહ્યા છે અને કોઈ પ્રકારની આડઅસર જોવા મળી રહી નથી. શહેરમાં કોરોનાના તીવ્ર ગતિએ વધતા કેસ (Corona Cases In Surat)ને ધ્યાને લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

આઈસોલેશન સેન્ટરની તૈયારી શરૂ

હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, દવા-ઇન્જેક્શન વગેરેની તૈયારીની સાથે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રથમ 2 લહેર દરમિયાન શરૂ કરાયેલા આઈસોલેશન સેન્ટર (Isolation Centers In Surat) માટે પણ મનપાએ વિધિવત તૈયારી શરૂ કરી છે. આ માટે મનપાએ આઇસોલેશનના સેન્ટર શરૂ કરનારી સંસ્થાઓ, ટ્રસ્ટોના જવાબદારો સાથે બેઠક પણ યોજી છે.

હોસ્પિટલમાં દાખલ 204 પૈકી 7 દર્દીઓ વેન્ટિલેટર પર

સુરત શહેરમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In Gujarat) ભલે સત્તાવાર રીતે જાહેર થઈ ના હોય, પરંતુ શહેરમાં જે પ્રમાણે કેસ નોંધાઈ રહ્યા છે તે તો સ્પષ્ટપણે દર્શાવે છે કે ત્રીજી લહેર ભયાનક રીતે સંક્રમણ ફેલાવી રહી છે. ત્રીજી લહેરની શરૂઆતમાં અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસો (Corona Cases In Rander Zone) સૌથી વધુ મળી આવતા હતા. હવે શહેરના કતારગામ અને વરાછા વિસ્તાર કોરોના સંક્રમણમાં હોટસ્પોટ બન્યા છે. સુરત શહેરમાં હોસ્પિટલમાં દાખલ 204 પૈકી 7 દર્દીઓ વેન્ટિલેટર પર, 7 દર્દીઓ બાય પેપ પર અને 2 દર્દી ઓક્સિજન બેડ પર સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: Corona Cases Increase : સુરત હોસ્પિટલમાં કોરોના કેસોમાં 50 ટકાનો વધારો, તંત્ર થયું દોડતું

3 લાખ 50 હજાર જેટલા લોકોનો હજી પણ સેકન્ડ ડોઝ બાકી

ડેપ્યુટી હેલ્થ કમિશ્નર ડૉ. આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં 2 દિવસની અંદર કુલ 4 હજાર જેટલા સિનિયર સિટીઝને પ્રિકોશનરી ડોઝ લીધો છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં 10 હજારથી વધુ એક્ટિવ કેસ (Active Cases In Surat) છે. આ એક્ટિવ કેસની સામે કુલ 204 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. એમાંથી 2 લોકો એવા છે જેમને ઓક્સિજનની જરૂર છે, જે લોકોનો વેક્સિનનો સેકન્ડ ડોઝ પૂર્ણ થઈ ચૂક્યો છે એવા 90 ટકા લોકો પોઝિટિવ આવી આવ્યા છે તથા 3 લાખ 50 હજાર જેટલા લોકોનો હજી પણ સેકન્ડ ડોઝ બાકી છે.

આ પણ વાંચો: Corona Guidelines In Surat: 100 ટકા ક્ષમતા સાથે દોડી રહી છે સિટી બસો, માસ્ક વગર જોવા મળ્યા અનેક મુસાફરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.