- સુરતમાં ધણતેરસના દિવસે લોકોની પાંખી હાજરી
- સોના-ચાંદીની ખરીદી પર કોરોનાની અસર
- આર્થિક સંક્રમણને પગલે લોકો સુકન પુરુતી ખરીદી કરી રહ્યા છે
સુરત: કોરોના સંક્રમણને પગલે તહેવારો પર તમામ બજારોમાં મંદી જોવા મળી રહી છે, ત્યારે ધનતેરસના પર્વ પર લોકો સોના કે ચાંદીના ખરીદી કરતા હોય છે. પરંતુ કોરોનાએ આર્થિક રીતે પાંગળા બનાવી દેતા દર વર્ષની સરખામણીએ આ વર્ષે લોકો માત્ર સુકન પુરતી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
સોનાના ભાવમાં ઘટાડો થતા ઘણા સમય બાદ લોકો ખરીદી કરતા જોવા મળ્યા
માન્યતા છે કે, ધનતેરસના દિવસે લક્ષ્મી અને કુબેરની પૂજા અને યમ દીપદાન સાથે ખરીદી માટે શ્રેષ્ઠ સમય રહે છે. ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે. લોકો શુભ મુહૂર્તમાં આજે ખરીદી કરવા નીકળ્યા હતા. સવારથી જ જ્વેલર્સના ત્યાં લોકો ખરીદી કરવા આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં વધારો હતો, પરંતુ સોનાના ભાવમાં ઘટાડો થતા ઘણા સમય બાદ લોકો ખરીદી કરી રહ્યા છે. કોરોના મહામારીને પગલે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીદીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.
જ્વેલર્સે જણાવ્યું હતું કે, આ વખતે જે અગાઉ ઓર્ડર મળતા હતા તે મળ્યું નથી. લોકો માત્ર સુકન માટે ખરીદી કરી રહ્યા છે. પરંતુ સોનાના ભાવમાં ઘટાડો થતા લોકો આજના દિવસે લગ્નસરાની પણ ખરીદી કરવા નીકળ્યા છે. પરંતુ આવનાર દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થાય તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે.