- નવજાત શિશુનો જન્મ થતા કોરોનાના સમયમાં ખુશીનો માહોલ જામ્યો હતો
- માત્ર 3 દિવસમાંજ કોરોના લક્ષણ જોવામાં આવ્યા
- સિવિલ હોસ્પિટલમાં બાળકની માતાનું પણ ચેકઅપ કરવામાં આવ્યું
સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં રહેતા રોહિત વસાવા જેઓના પરિવારમાં નવજાત શિશુનો જન્મ થતા જ આ કોરોનાના સમયમાં ખુશીનો માહોલ જામ્યો હતો. પરંતુ નવજાત બાળકને ત્રીજા જ દિવસે કોરોના થતા પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. બાળકને સારવાર માટે સુરતથી વ્યારાના ઉચ્છલ તાલુકામાં લઇ જવામાં આવ્યો હતો. બાળકના રિપોર્ટ કઢાવ્યા બાદ કહેવામાં આવ્યું કે, બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમે બાળકને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જાવ.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોનાથી થતા મૃત્યુઆંકમાં વધારો
અમે ખેતી કામ કરીને ગુજરાન ચલાવીએ છે
રોહતિ વસાવા દ્વારા કહેવામાં આવ્યું કે, સુરત સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા મારો અને મારી પત્નીનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ અમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમે ખેતી કામ કરીને ગુજરાન ચલાવીએ છે. અમારું આ બીજુ બાળક છે. આ પેહલા અમને એક દિકરી છે. આ બાળકને કિડની અને ખેંચની બીમારી છે. તબિયત ત્રીજા દિવસે જ ખરાબ થતા અમે વ્યારા ખાતે આવેલા ઉચ્છલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. ત્યાં બાળકનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમને ત્યાંથી સુરત હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
બાળકનું 14 દિવસ બાદ મોત
સુરત સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકને કોરોના હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો. આજે બાળકનું 11 દિવસ બાદ સારવાર દરમિયાન જ મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. કોરોનાએ આ નવજાત બાળક દુનિયા જોવે એ પહેલાજ પોતાનો ભોગ બનાવ્યો છે. હાલ બાળકનું પોસ્ટમોટમ કર્યા બાદ પરિવારને આપવામાં આવશે. આ નાનકડા બાળકના મત્યુથી સુરત શહેરનું તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં 102 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત
બાળકને પહેલાથી જ તાવ અને ઇન્ફેક્શન હતું
સુરત નવી સિવિલ હોસ્પિટલના નાના બાળકોના નિષણાંત ડોક્ટર વિજય શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ નવજાત બાળકને જયારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, ત્યારે તેનું વજન 2 કિલો 800 ગ્રામ જેટલું હતું. બાળકને પેહલાથી જ તાવ આવતો હતો અને જુદા-જુદા ઈન્ફેક્શન પણ હતા અને બાળકને કોરોના થયો હતો. બાળકના મૃત્યુ પાછળનું કારણ સેપ્ટિસીમીયા હોઈ શકે છે.