સુરત: ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પદ માટે નાનુભાઈ વેકરિયાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે સવજીભાઈ વેરડીયાની નિમણૂંક કરાઈ છે. સાથે જ સહમંત્રી તરીકે દામજીભાઈ માવણીને નિયુક્ત કરવામાં આવી છે. શનિવારના રોજ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને લઈને સુરતના અનેક વેપારીઓ કે જેઓ વર્ષોથી હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે, તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કીર્તિ શાહે આ નિમણૂંકને ગેરબંધારણીય ગણાવી છે. એસોસિએશન મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે હોદ્દેદારો ચૂંટણી યોજી મતદાન કરી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ નિયુક્ત કરી શકે છે. પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરી પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ દર વર્ષે કરવામાં આવે છે.