ETV Bharat / city

આ તાલુકા પંચાયતને પ્રજાની સેવામાં નહીં પણ ભ્રષ્ટાચારમાં રસ છે... કૉંગ્રેસે ચડાવી બાંયો - Congress demands to probe corruption

સુરતના માંડવીના ખંજરોલી ગામમાં સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ (Corruption in Khanjaroli village) કરવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે તપાસની માગ સાથે કૉંગ્રેસે પ્રતીક ધરણા (Congress Protest in Mandvi of Surat) કર્યા હતા.

આ તાલુકા પંચાયતને પ્રજાની સેવામાં નહીં પણ ભ્રષ્ટાચારમાં રસ છે... કૉંગ્રેસે ચડાવી બાંયો

author img

By

Published : May 24, 2022, 9:43 AM IST

સુરતઃ માંડવી તાલુકાના ખંજરોલી ગામમાં 2 વર્ષ પહેલા કરવામાં આવેલા કામો અંગે સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સત્તાધારી પક્ષે 2 વર્ષ પહેલાના કામને 3 વખત ચોપડે બતાવી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો થયા હતા. જ્યારે ગઈ તાલુકા પંચાયતની સામાન્ય સભા (General meeting of Taluka Panchayat) પણ વિપક્ષ દ્વારા તોફાની બનાવવામાં આવી હતી. ત્યારે કૉંગ્રેસે આજે તપાસની માગ સાથે કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણા (Congress Protest in Mandvi of Surat) કરવામાં આવ્યા હતા.

એક કામ બતાવી ભ્રષ્ટાચાર થયો હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ

એક કામ બતાવી ભ્રષ્ટાચાર થયો હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ - સુરતના માંડવી ખાતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિવિધ વિકાસના કામોના મુદ્દાઓ આવતાં જ વિપક્ષના નેતા શંકર ચૌધરી આક્રમક બન્યા હતા. તાલુકા પંચાયતની સામાન્ય સભા (General meeting of Taluka Panchayat) પણ આ બાબતે ઉગ્ર બની હતી. તાલુકા પંચાયતના શાસકોએ ખંજરોલી ગામમાં 2 વર્ષ પહેલા પટેલ ફળિયામાં કરવામાં આવેલા વિકાસનાં કામો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યાં હતાં. ફરી એ જ જગ્યાએ તાલુકા પંચાયત દ્વારા લોકભાગીદારીથી કામ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી. તો બીજી તરફ જિલ્લા સ્વભંડોળમાંથી પણ આ જ કામના 5 લાખ ચૂકવાઈ ગયા હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલા કૌભાંડમાં અધિકારી સામે AMCએ કરી લાલ આંખ

ધારાસભ્ય સહિત કૉંગ્રેસના આગેવાનો ધરણાં પર બેઠા - તાલુકા પંચાયતની સામાન્ય સભામાં (General meeting of Taluka Panchayat) ભ્રષ્ટાચારનો મામલો બહાર આવતાં મામલો ગરમાયો હતો. આ સમગ્ર મામલે હવે વિપક્ષ આક્રમક બન્યું હતું. તેમ જ માંડવી તાલુકા પંચાયત કચેરીની બહાર માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી (Mandvi MLA Anand Chaudhary) તેમ જ વિપક્ષ નેતા શંકર ચૌધરી સહિત કૉંગી આગેવાનો પ્રતીક ધરણા પર બેઠા હતાં.

આ પણ વાંચો- Corruption in housing project : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો જાણો

નિષ્પક્ષ તપાસ થાય એવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ - માંડવી તાલુકા પંચાયત કચેરી (Mandvi Taluka Panchayat Office) બહાર ધરણાં પર બેસેલા વિપક્ષી સભ્યોએ જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ રોહિત પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરાયા હતાં અને થયેલા ભ્રષ્ટચાર મામલે વિજિલન્સ દ્વારા નિષ્પક્ષ તપાસની માગ (Congress demands to probe corruption) કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.