ETV Bharat / city

મંડળીઓએ કેળાંના ભાવ વધારતા વેપારીઓએ રિંગ બનાવી ખરીદી બંધ કરી - latest news of surat

સુરત જિલ્લામાં કેળાંના ભાવમાં અચાનક વધારો થતાં વેપારીઓ વિફર્યા હતા અને કેળાં ખરીદવાનું બંધ કરી દીધું હતું. કેળાંનો ભાવ 8.50 રૂપિયાથી 11 રૂપિયા કરી દેવામાં આવતા ખેડૂતોને ફાયદો થતો જોઈ વેપારીઓએ રિંગ બનાવી કેળાં ખરીદવાનું માંડી વાળ્યું હતું. અંતે કેળાં મંડળીઓ સાથે બેઠક કરી મામલો થાળે પડ્યો હતો. બારડોલી વિસ્તારમાં હાલ વેપારીઓએ કેળાં ખરીદી શરૂ કરી છે પરંતુ કામરેજ સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં હજી પણ આ મામલે વેપારીઓ અને કેળાં મંડળીઓ વચ્ચે રકઝક ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Surat
Surat
author img

By

Published : May 30, 2021, 2:23 PM IST

  • બારડોલી પલસાણા વિસ્તારમાં બપોર બાદ ફરીથી ખરીદી શરૂ કરાઈ
  • કામરેજ અને પુણા કુંભારિયામાં હજી પણ ખરીદી બંધ
  • વેપારીઓ અને કેળા મંડળીના સંચાલકો વચ્ચે ભાવ બાબતે રકઝક

સુરત (બારડોલી): ગત 17 અને 18મી મેના રોજ આવેલા તૌક્તે વાવાઝોડાને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું. સૌથી વધુ નુકસાન કેળાં પકવતા ખેડૂતોને થયું હતું. વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદને કારણે તૈયાર થઈ ચૂકેલા કેળ છોડ જમીનદોસ્ત થઈ ગયા હતા. આથી કેળાં પકવતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો હતો. હાલ તૈયાર થઈ ગયેલા કેળાં વેચવા માટે બારડોલી, પલસાણા, કામરેજ અને સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં આવેલી મંડળીઓમાં ખેડૂતોએ નોંધણી શરૂ કરાવી હતી.

મંડળીઓએ કેળાંના ભાવ વધારતા વેપારીઓએ રિંગ બનાવી ખરીદી બંધ કરી

11 રૂપિયાનો ભાવ નક્કી થતાં વેપારીઓએ રિંગ બનાવી

શરૂઆતમાં ઓછા ભાવ મળ્યા બાદ ખેડૂતોને કેળાંના સારા ભાવ મળી રહ્યા હતા. શુક્રવારના રોજ 8.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવ નક્કી થયા હતા બાદમાં મંડળીઓ દ્વારા આજે કેળાંનો ભાવ 11 રૂપિયા કરી દેતાં ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી. જો કે, સામે પક્ષે કેળાં ખરીદનાર વેપારીઓએ ભાવ વધતાં જ રિંગ બનાવી કેળાં ન ખરીદવાનો નિર્ણય કરતાં ખેડૂતોના કેળાં આમ જ પડી રહ્યા હતા. બારડોલી અને પલસાણા વિસ્તારમાં બપોર સુધી ખેડૂતોએ કેળાં ઉઠાવ્યા ન હતા.

કામરેજ અને પુણા કુંભારિયામાં હજી પણ ખરીદી બંધ

આ પણ વાંચો: સેલવાસમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી, શાકભાજી વિક્રેતાઓ મુસીબતમાં

વાવાઝોડામાં કેળાના પાકને સૌથી વધુ નુકસાન થયું હતું

ત્યારબાદ બારડોલીની સરદાર બાગાયત સહકારી મંડળી, પલસાણા તાલુકાની નુતન બાગાયત સહકારી મંડળી સહિતની મંડળીના સંચાલકોએ એકત્રિત થઈ વેપારીઓ પર દબાણ લાવ્યા હતા. એક તરફ ખેડૂતોને વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે અને બીજી તરફ નુકસાન ભરપાઈ કરવા માટે ખેડૂતોને મળી રહેલા ભાવ સામે વેપારીઓ વાંધો ઉઠાવતા મામલો ગરમાયો હતો.

બારડોલી અને પલસાણામાં ખરીદી શરૂ થઈ

મંડળીઓએ ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનું ન કહી કહી દીધું હતું. આ ભાવે 30 મી મે સુધી ફિક્સ કરવામાં આવ્યો હોવાનું મંડળી તરફથી જાણવા મળ્યું હતું. બારડોલી અને પલસાણા વિસ્તારની કેળાં મંડળીના સંચાલકોની કુશળતાને કારણે વેપારીઓને કેળાં ખરીદવાની ફરજ પાડી હતી અને ફરીથી ખરીદી શરૂ થઈ હતી.

કામરેજ અને પુણા વિસ્તારમાં હજી રકઝક ચાલુ

પરંતુ જિલ્લાની સૌથી મોટી ગણાતી કામરેજ કેળાં મંડળી અને પુણા કુંભારિયા કેળાં મંડળીમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પણ કેળાં ખરીદી બાબતે વેપારી અને કેળાં મંડળી સંચાલકો વચ્ચે રકઝક ચાલી રહી છે.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના પગલે સુરત જિલ્લામાં 757 ગામોમાં 5,826 હેક્ટરમાં પાક નુકસાન

વેપારીઓની નીતિ યોગ્ય નથી

કેળાં પકવતા બારડોલીના ખેડૂત સમીર પટેલે જણાવ્યુ હતું કે, અગાઉના વર્ષોમાં અને લોકડાઉન દરમિયાન વેપારીઓએ અમારી પાસે 4 રૂપિયાના ભાવથી કેળાંની ખરીદી કરી હતી. ત્યારે પણ ખેડૂતોએ વેપારીઓને કેળાં આપ્યા હતા. આજે વાવાઝોડાને કારણે અમને મોટું નુકસાન થયું છે ત્યારે થોડા ભાવ વધારે મળવાથી ખેડૂત તેનો ખર્ચો તો કાઢી શકશે. આ જ વેપારીઓ અમારી પાસે 4 રૂપિયે કેળાંની ખરીદી કરીને બજારમાં 40 રૂપિયા ડઝનના ભાવથી વેચતા હોય છે. ત્યારે તો ખેડૂતો વિરોધ નથી કરતાં અને ખેડૂતોને થોડા સારા ભાવ મળ્યા તો વેપારીઓએ રિંગ બનાવી કેળાંની ખરીદી નહીં કરવાનું નક્કી કર્યું છે તે યોગ્ય નથી.

વેપારીઓ અને કેળા મંડળીના સંચાલકો વચ્ચે ભાવ બાબતે રકઝક

વેપારીઓને નક્કી કરેલા ભાવે જ ખરીદી કરવા તાકીદ કરી છે

બારડોલીની ખેડૂતો પાસેથી કેળાં લઈ વેપારીઓને વેચાણ કરતી સરદાર બાગાયત સહકારી મંડળીના પ્રમુખ સંજય પટેલે જણાવ્યુ હતું કે, વેપારીઓએ ભાવ વધારો થતાં કેળાં ખરીદી બંધ કરી હતી. જો કે અમે મંડળીના સંચાલકોએ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ વેપારીઓને નક્કી કરેલા ભાવે જ કેળાં ખરીદી કરવા માટે તાકીદ કરી છે અને હાલ બારડોલી તેમજ પલસાણા વિસ્તારમાં કેળાંની ખરીદી શરૂ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.