ETV Bharat / city

Sumul Dairy : ગુજરાતના પહેલા કોન મેકિંગ પ્લાન્ટની ખાસિયતો જાણો

સુમુલ ડેરી ખાતે ગુજરાતનો પહેલો આઈસ્ક્રીમ કોન (Con Making Plant Sumul) મેકિંગ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. જેનું ખાતમુહૂર્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ અન્ય કેટલાક નેતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. શું છે આ આઈસ્ક્રીમ કોન (Sumul Dairy new pardi plant) મેકિંગ પ્લાન્ટ જાણો વિગતવાર...

Sumul Dairy : ગુજરાતનો પહેલો કોન મેકિંગ પ્લાન્ટનું ખાસિયત જાણો
author img

By

Published : Jun 7, 2022, 4:07 PM IST

સુરત : સુમુલ ડેરી અવારનવાર લોકો માટે નવી વસ્તુને લઈને (Con Making Plant Sumul) સમાચારમાં હોય છે. ત્યારે ફરી એક વખત સુમુલ ડેરી તરફથી વિકાસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી ખાતે ગુજરાતનો પહેલો કોન મેકિંગ પ્લાન્ટ બનાવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દેશભરમાં આઇસ્ક્રીમનું વેચાણ (Ice Cream Company in Gujarat) વધતા ભારતમાં અમૂલ બ્રાન્ડ જાણીતી બની છે. તેથી આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા સુમુલ ડેરીએ નિર્ણય લીધો છે. આ ઉપરાંત 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે.

સુમુલ ડેરી ખાતે ગુજરાતનો પહેલો આઈસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટ

આ પણ વાંચો : વ્હિસ્કી આઈસ્ક્રીમ બાદ હવે વ્હિસ્કી ચાની ચૂસ્કી બની સુરતની લોકપ્રિય

લાખો કોનનું ઉત્પાદન કરશે - ડેરી કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં (Sumul Dairy New Pardi Plant) મંજૂરી મેળવનાર પ્રથમ સંસ્થા બનશે. સુમુલ રોજ એક લાખ લીટર આઈસ્ક્રીમ ઉત્પાદનની સાથે રોજ 3 લાખ કોનનું ઉત્પાદન કરશે. ડેરીના આ પ્લાન્ટની ક્ષમતા 8 લાખ કોન રોજ ઉત્પાદન કરવાની બનશે. સાથે ગુજરાતની 27 ડેરીઓમાં આઈસ્ક્રીમ કોન બનાવનાર સુમુલ પ્રથમ ડેરી બનશે. આ ઉપરાંત કેન્દ્રની મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ સ્કીમ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ સુમુલને ઓર્ગેનિક લેબોરેટરી બનાવવા માટે પસંદ કરી છે અને તે પેટે રૂપિયા 20 કરોડ પણ સુમુલને મળશે.

આ પણ વાચો : Ice Cream Varieties In Surat: ખાવાના શોખીન સુરતીઓની પસંદ બની રહી છે 'વ્હિસ્કી આઈસ્ક્રીમ', જાણો તેની ખાસિયતો

8 જુને સુમુલના નવી પારડી પ્લાન્ટ ખાતે ખાતમુહૂર્ત - સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું હતું કે, 8 મી જુને સુમુલના નવી પારડી પ્લાન્ટ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કરાશે. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ, સહકાર અને કુટીર પ્રધાન જગદીશ પંચાલ, કૃષિ ઉર્જા અને પેટ્રોલીયમ પ્રધાન મુકેશ પટેલ તેમજ ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD આર.એસ.સોઢી હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.