- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP પ્રથમવાર મેદાને ઉતર્યુ હતું
- AAPને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ક્યાંય એકપણ સીટ નહી
- સુરતમાં 27 સીટો સાથે સત્તાવાર વિરોધપક્ષની ફરજ બજાવશે
સુરત: આજથી એક મહિના પહેલાં સુધી જે પક્ષનું સુરત શહેરમાં ખાસ કંઈ અસ્તિત્વ જ ન હતું, તેવા AAPએ સુરત મ.ન.પા.ની ચૂંટણીના પરિણામથી તમામને ચોંકાવી દીધા છે. સુરતમાં AAP કોંગ્રેસના મત કાપશે અને ભાજપને ફાયદો કરાવશે તેવી ગણતરી મૂકવામાં આવતી હતી. પરંતુ AAPએ ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટ કાપ્યા છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાનો આભાર વ્યક્ત કરતો વિડીયો શેર કર્યો અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં સંદેશો મોકલ્યોગુજરાતમાં પગપેસારો કરવાનાં પ્રથમ પ્રયાસમાં જ સુરતમાં 27 સીટો મેળવીને સત્તાવાર વિરોધ પક્ષ સંભાળવા મળતા દિલ્હીમાં બેસેલા આમ આદમી પાર્ટીના નેતાઓ ખુશ ખુશાલ થઈ ગયા છે ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રીથી દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આટલી હદે ખુશ થઈ ગયા છે કે, તેઓએ ગુજરાતીમાં સંદેશો ગુજરાતની પ્રજા માટે મોકલ્યો હતો અને ગુજરાતની પ્રજાનો અભિવાદન કર્યા છે. આગામી 26 ફેબ્રુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે છે. જેમના માટે યોજવામાં આવેલો રોડ શો તક્ષશિલા દુર્ઘટના સ્થળથી શરૂ કરીને સમગ્ર વરાછામાં ફરશે. કેજરીવાલે ટ્વિટ કરીને ગુજરાતના મતદાતાઓને અભિનંદન આપીને જાહેરાત કરી હતી કે તેઓ રોડ શોમાં 26 મી ફેબ્રુઆરીના રોજ હાજર રહેશે.