ETV Bharat / city

CMએ દેશના સૌથી લાંબા અને પહોળા એકસપ્રેસ વેનું કર્યું નિરીક્ષણ, આપ્યા મહત્વના સૂચન - સુરત એકસપ્રેસ વે

દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા એક્સપ્રેસ વેની કામગીરીની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Expressway Visited) મુલાકાત કરી હતી. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણની (Vadodara Mumbai Express) કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. દેશના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

CMએ દેશના સૌથી લાંબા અને પહોળા એકસપ્રેસ વેનું કર્યું નિરીક્ષણ, આપ્યા મહત્વના સૂચન

author img

By

Published : Aug 5, 2022, 11:37 AM IST

સુરત : સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરજ ગામે ચાલી રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના (CM Expressway Visited) નિર્માણ કાર્યની ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા દિલ્હી મુંબઈ (Vadodara Mumbai Express) એકસપ્રેસ વે ના ભાગરૂપે તૈયાર થઈ રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું કામ પુરઝડપે ચાલી રહ્યું છે. જેનું ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ એક્સપ્રેસ વે ગુજરાતના જ નહીં દેશના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

એક્સપ્રેસ વેની કામગીરીની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી

આ પણ વાંચો : ગુજરાતના મહેસુલ વિભાગે કર્યા અનેક સુધારાઓ, શું છે આ સુધારાઓ?

એક્સપ્રેસ વે પેકેજ - સુરત જિલ્લામાંથી 55 કિ.મી. VME એકસપ્રેસ વે (Surat Expressway) પસાર થાય છે. માંગરોળ, કામરેજ, માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાના 37 ગામોમાંથી પસાર થશે. જેના કાર્યની 5,6 અને 7 એમ ત્રણ પેકેજમાં વહેંચણી કરવામાં આવી છે. જેમાં 5મું પેકેજ 7 કિમી, 6 પેકેજમાં કીમ માંડવી રોડ ક્રોસ કરીને માંડવી તાલુકામાંથી (વીરપોર, રોસવડ અને કરંજ ગામો) પસાર થાય છે. જેની લંબાઈ 36.93 કિ.મી. છે. સાતમું પેકેજ 11 કિ.મીટર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ - ભારતના સૌથી લાંબા 1350 કિમી અને અંદાજે 98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણનું કાર્ય રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. જે પૈકી ગુજરાતમાંથી 423 કિમીનો એકસપ્રેસ-વે પસાર થાય છે. અન્ય રાજ્યોની સરખામણીએ (Longest Expressway in India) આ મહત્તમ લંબાઈ છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે. આ એક્સપ્રેસ વે નિર્માણથી (Gujarat Longest Expressway) મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાકનો થશે.

આ પણ વાંચો : CMના આગમન પહેલા દ્વારકાનગરી ફેરવાઈ પોલીસ છાવણીમાં

એક્સપ્રેસ વે ની એન્ટ્રી એકઝીટ - સુરત જિલ્લામાં મોટી નરોલી તેમજ એના ગામે એકસપ્રેસ વેની (CM Bhupendra Patel Expressway Visit) એન્ટ્રી એકઝીટ રાખવામાં આવી છે. મોટી નરોલી ખાતે NH-48 સાથે કનેકટીવીટી અને એના ખાતે NH-53 સુરત-ધુલિયા સાથે કનેક્ટ થશે. મુખ્યપ્રધાને વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેક્ટનું પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો મેળવી અને પ્રોજેક્ટ વિડિયો ફિલ્મને નિહાળી હતી. મુખ્યપ્રધાનની આ મુલાકાત દરમિયાન રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદી, કનુ દેસાઈ, મુકેશ પટેલ પૂર્વ પ્રધાન ગણપત વસાવા, ઈશ્વર પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.