ETV Bharat / city

Prime Minister Modi's dream projectમાંથી એક સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે મુખ્યપ્રધાન રૂપાણી

કોરોનાકાળમાં પણ વિકાસયાત્રાને જારી રાખતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister vijay Rupani)ના હસ્તે સુરતીઓને કરોડોના વિકાસ કામોની ભેટ સાથે સુરત શહેરમાં વિકાસપર્વ ઉજવાશે. સાથે જ ક્રિયામાં રૂપાણી ખજોદ ખાતે નિર્માણાધીન આ ડાયમંડ બુર્સ( DIAMOND BOURSE)ની પણ મુલાકાત લેશે. ડિસેમ્બર મહિનામાં આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી(Prime Minister Modi) કરી શકે છે. સાથે જ તેઓ પૂર્વ પાણી પુરવઠા પ્રધાન નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન કરશે.

એક સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે મુખ્યપ્રધાન રૂપાણી

author img

By

Published : Jul 11, 2021, 12:51 PM IST

  • સુરતમાં ઉજવાશે વિકાસપર્વ
  • મુખ્યપ્રધાનના હસ્તે સુરતીઓને મળશે કરોડોના વિકાસ કામોની ભેટ
  • આવાસ યોજના અંતર્ગત રૂપિયા 307.40 કરોડના ખર્ચે સાકારિત 43 આવાસોનું લોકાર્પણ કરાશે

સુરતઃ ડિસેમ્બર મહિના બાદ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ મળવા જઈ રહ્યું છે, જે સુરતમાં તૈયાર થઇ રહ્યું છે. પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Modi)ના હસ્તે કરાવવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વેપારીઓ તજવીજ કરી રહ્યા છે. ડાયમંડ બુર્સ( DIAMOND BOURSE)ની મુલાકાત આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister vijay Rupani)લેશે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પાર પાડી રહ્યા છે. 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેની પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે.

એક સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે મુખ્યપ્રધાન રૂપાણી

આ પણ વાંચોઃ સુરતઃ ડાયમંડ બુર્સમાં કલર કામ કરતા પિતરાઈભાઈએ જ પોતાના ભાઈની કરી હત્યા

સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે

આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ બનશે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સ( DIAMOND BOURSE) કરતાં ચાર ગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સ( DIAMOND BOURSE)માં તૈયાર થઈ રહી છે, જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે, આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર થઈ રહ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.

બ્રિજને ખુલ્લો મુકાશે

સુરતીઓ જે બ્રિજની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, આખરે આ બ્રિજનું ઉદ્ઘાટન આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister vijay Rupani)ના હસ્તે થશે. ઉમરા પાલ બ્રિજ બનાવવામાં આશરે સાત વર્ષથી પણ વધુનો સમય લાગ્યો છે. આ બ્રિજના ઉદ્ઘાટન બાદ રોજ આશરે 10 લાખ જેટલી સુરતની વસ્તી લાભ લઈ શકશે. સાથે તાપી નદીના અન્ય બે બ્રિજ પર ટ્રાફિક ઓછો થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાડા ચાર વર્ષથી બ્રિજના એપ્રોચ માટે જમીન ફક્ત 19 મિલકતદારોની મિલકતોને કારણે 95 ટકા બન્યા પછી પણ અધુરો રહી ગયો હતો.

રૂપિયા 1,270 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ

મુખ્યપ્રધાન મનપા અને સુડાના રૂપિયા 1,270 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં રૂપિયા 307.40 કરોડના ખર્ચે સાકારિત 4,311 આવાસોનું લોકાર્પણ ઉપરાંત મનપા દ્વારા નિર્મિત રૂપિયા 129.76 કરોડના 1,865 આવાસો અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા રૂપિયા 67.61 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1,689 આવાસોના ડ્રો કરશે. સાથે સાથે રૂપિયા 90 કરોડના ખર્ચે તાપી નદી પર ઉમરા-પાલને જોડતા નવનિર્મિત બ્રિજને ખુલ્લો મૂકાશે.

રૂપિયા 189.35 કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ

અમૃત યોજના અંતર્ગત કતારગામ ઝોન વિસ્તારમાં રૂપિયા 229.80 કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (155 એમ.એલ.ડી. ક્ષમતાથી 255 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) સહિતના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂપિયા 189.35 કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (100 એમ.એલ.ડી. ક્ષમતાથી 200 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) અને જહાંગીરાબાદ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ કરાશે.

આ પણ વાંચોઃ સાત વર્ષ બાદ તાપી નદી પર તૈયાર થયો આ બ્રિજ, CM રૂપાણી કરશે ઉદ્ઘાટન

પાંડેસરામાં ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ

સ્માર્ટસિટી મિશન અંતર્ગત લિંબાયત ઝોન વિસ્તારમાં રૂપિયા 256.31 કરોડના ખર્ચે હયાત ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (66 એમ.એલ.ડી. ક્ષમતાથી 167 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) તથા પાંડેસરા સ્થિત ઔદ્યોગિક એકમોને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી તૈયાર કરી પુરૂ પાડવા 40 એમ.એલ.ડી. ક્ષમતાનો ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે થશે.

શું તમે આ જાણો છો

ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સુરત ડાયમંડ બુર્સ'( DIAMOND BOURSE) ની કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી હતી. મનસુખ માંડવીયાએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી હતી. આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. આ ઉપરાંત તેમણે અહીં થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશન વર્કની કામગીરી નિહાળી હતી.

5 વર્ષ બાદ આખરે સિન્થેટિક ડાયમંડને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ભારત ડાયમંડ બુર્સ( DIAMOND BOURSE) ની વાર્ષિક સામાન્ય સભામાં નિર્ણય લેવાયો છે. સિન્થેટિક ડાયમંડમાં ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. 5 વર્ષ બાદ સિન્થેટિક ડાયમંડ ટ્રેડિગનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. નેચરલ અને લેબગ્રોન ડાયમંડને અલગથી કાર્યરત રાખવા નિર્ણય લેવામાં આવતા વેપારીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.

6 મહિના બાદ સુરતમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગ હબની શરૂઆત થઈ જશે. સુરત ડાયમંડ બુર્સ( DIAMOND BOURSE) માં એક જ જગ્યાએ રફ ડાયમંડનું ઓક્શન અને પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે, વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ ટ્રીટેડ પાણીથી તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ વિશ્વ સામે ગ્રીન પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.