ETV Bharat / city

છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ શાહુ સુરતમાં સંબોધશે જાહેર સભા - ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે માત્ર 3 દિવસ બાકી છે. ત્યારે છત્તીસગઢના ગૃહપ્રધાન અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના OBC સેલના ચેરમેન તથા ICCના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ તામ્રધ્વજ શાહુ 16 ફેબ્રુઆરીના રોજ સુરતની મુલાકાત કરશે. તેઓ સુરતના 'તેરેનામ' રોડ પર જાહેર સભાને સંબોધિત કરશે.

છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ શાહુ
છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ શાહુ
author img

By

Published : Feb 16, 2021, 12:50 PM IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા તામ્રધ્વજ શાહુ લોકોને સંબોધશે
  • સ્ટાર પ્રચારકો કરી રહ્યા છે પ્રચાર-પ્રસાર
  • પાંડેસરા વિસ્તાર પરપ્રાંતીય લોકોનો ગઢ

સુરત: જિલ્લામાં રહેતા લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકોના મતને આકર્ષિત કરવા માટે ભાજપ અને કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સોમવારે પરપ્રાંતીય વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કર્યા હતા. ત્યારે મંગળવારનાં રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના ગૃહ પ્રધાન તામ્રધ્વજ શાહુ પણ આ જ વિસ્તારમાં જાહેર સભા સંબોધિત કરવા જઈ રહ્યા છે.

સ્ટાર પ્રચારકો કરી રહ્યા છે પ્રચાર-પ્રસાર

સુરતના પાંડેસરા, ઉધના, ડીંડોલી, ભેસ્તાનને સચિન જેવા વિસ્તારમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીયથી આવેલા લોકો રહે છે. અનેક વોર્ડ માટે તેઓ નિર્ણાયક મતદાતાઓ પણ છે. ત્યારે તેમને આકર્ષિત કરવા માટે ભાજપ અને કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારકોના માધ્યમથી અનેક પ્રયત્ન કરી રહી છે.

તામ્રધ્વજ શાહુ કોંગ્રેસ માટે મત માંગશે

સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢથી આવેલા લોકો રહે છે. આજીવિકા માટે આવેલા પરપ્રાંતના લોકો સુરતના વિકાસમાં સહભાગી પણ છે ત્યારે તેમના મત ઉપર કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર છે. 16 ફેબ્રુઆરીના રોજ આજ વિસ્તારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા તામ્રધ્વજ શાહુ લોકોને સંબોધિત કરી કોંગ્રેસ માટે મત માંગશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.