સુરત: સુરતના સચીન GIDC ખાતે કેમિકલ ટેન્કર લીક (A tanker of toxic chemical leaked in Surat) ઘટના બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi visited injured at hospital) ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. સાથે સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર ઘટના વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ અને પોલીસ ઇન્સપેક્ટર જે.પી.જાડેજા સસ્પેન્ડ
ગૃહપ્રધાન હર્ષ સંઘવીની મુલાકાત બાદ મોડી સાંજે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ઘટનામાં આરોપીઓ સાથે સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ગોવીંદ ગાંગડ અને પોલીસ ઇન્સપેક્ટર જે.પી.જાડેજાને સસ્પેન્ડ કર્યા હતા.
ગેસ લીકેજની ઘટનામાં 6 કામદરોએ જીવ ગુમાવ્યા
સુરતના સચીન GIDC ખાતે ગુરૂવારે સવારે કેમિકલ ટેન્કરમાંથી ગેરકાયદે કેમિકલ ઠાલવવા જતા ગેસ લીકેજની ઘટનામાં 6 કામદરોએ જીવ ગુમાવ્યા હતા. જેમા 24 કામદારો નવી સિવિલમાં સારવાર હેઠળ છે તેમજ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ઇજાગ્રસ્તોની નવી સિવિલમાં મુલાકાત લીધી
ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા શનિવારે સ્થળ મુલાકાત લીધા બાદ ઇજાગ્રસ્તોની નવી સિવિલમાં મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીએ આ બનાવમાં પોલીસ કમિશનર સાથે મીટીંગ કરી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કડક રાહે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
14 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આ ઘટનામાં જેમનો હદ વિસ્તાર આવતો હોય તે સચીન GIDCના પોલીસ ઇન્સપેક્ટર જે.પી.જાડેજાની જવાબદારી ગણી તેમને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે વિક્રમ ગોવીંદ ગાંગડ નામના પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા. કોન્સ્ટેબલ ગાંગડની આરોપી પ્રેમ ગુપ્તા સાથે સંડોવણી હોવાથી સસ્પેન્ડ કરાયા હતા. આ સિવાય આ ઘટના બાદ 14 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, ઘટના મોટી હતી અને સચીન GIDC PIની હદમાં બની હતી. જેથી PI તેના માટે જવાબદાર છે. જ્યારે કોન્સ્ટેબલની આરોપી સાથે સંડોવણી સામે આવતા તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બાકીના 14 પોલીસ કર્મચારીઓ લાંબા સમયથી સચીન GIDCમાં ફરજ બજાવતા હોવાથી તેમની પણ બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો:
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી GIDCમાં બની આગની ઘટના
સુરતના સચિન GIDC વિસ્તારમાં કચરાના વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ