ETV Bharat / city

Casteism In Gujarat: બ્રાહ્મણ યુવતીએ જ્ઞાતિ-ધર્મ વિનાનું સર્ટિફિકેટ મેળવવા હાઈકોર્ટમાં કરી અરજી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

જાતિ આધારિત વ્યવસ્થા અને ભેદભાવ (Casteism In Gujarat)થી પીડિત એક યુવતીએ હાઈકોર્ટમાં કોઈ ધર્મ જાતિ નથી તેવો ઉલ્લેખ કરતું સર્ટિફિકેટ આપવા માટે અરજી કરી છે. યુવતીએ જણાવ્યું કે જાતિના કારણે તેણે અને તેના પરિવારે ઘણું સહન કરવું પડ્યું છે.

બ્રાહ્મણ યુવતીએ જ્ઞાતિ-ધર્મ વિનાનું સર્ટિફિકેટ મેળવવા હાઈકોર્ટમાં કરી અરજી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

author img

By

Published : Apr 1, 2022, 9:22 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ભાગ્યે જ જોવા મળતી અને રસપ્રદ અરજી સામે આવી છે. સુરત શહેર (Brahmin In Surat)ની એક બ્રાહ્મણ મહિલાએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને તેને 'કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ' નથી તેવું સર્ટિફિકેટ ઈશ્યૂ કરવા માટે સરકારને નિર્દેશ આપવા માંગ કરી છે. મૂળ સુરતની કાજલ મંજુલા નામની યુવતીએ જાતિના પ્રમાણપત્રમાં પોતાની જાતિ (Casteism In Gujarat) તથા ધર્મ દૂર કરવા માટેની અરજી કરી છે. યુવતીએ અરજી કરી માંગ કરી છે કે, તેના મહત્વના આધાર પુરાવા તરીકે ગણાતા જાતિના પ્રમાણપત્ર (Caste certificate Gujarat)માં એની જાતિનો ઉલ્લેખ કરવામાં ન આવે.

યુવતીએ ધર્મ કે જાતિનો ઉલ્લેખ ન હોય એવું સર્ટિફિકેટ આપવા બાબતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી.

ભેદભાવપૂર્ણ જાતિ પ્રથાને કારણ ઘણું સહન કરવું પડ્યું- રાજ્યમાં સંભવતઃ પ્રથમવાર કોઈ યુવતીએ ધર્મ કે જાતિનો ઉલ્લેખ ન હોય એવું સર્ટિફિકેટ આપવા બાબતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. આ પહેલીવાર છે કે, જ્યાં કોઈએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ પ્રકારની માંગ કરી હોય. કાજલે જણાવ્યું છે કે, ભેદભાવપૂર્ણ જ્ઞાતિ પ્રથા (caste practice In Gujarat)ને કારણે તેણીએ સમાજ અને તેના પરિવાર તરફથી ઘણું સહન કરવું પડ્યું છે, અને આખરે તેણીએ તે ઓળખને દૂર કરવાનો નિર્ણય લીધો છે. તે ભવિષ્યમાં ક્યાંય પણ તેની જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવા માંગતી નથી.

આ પણ વાંચો: Social Justice And Empowerment Gujarat: રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિની અનેક યોજનાઓના મળતા લાભમાં કર્યો વધારો

જાતિપ્રથાના કારણે યુવતિ પરેશાન- વકીલ ધર્મેશ ગુર્જરે જણાવ્યું કે, આપણા દેશ અને સમાજમાં ભેદભાવપૂર્ણ જ્ઞાતિ પ્રથાને કારણે અરજદારને તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હાલની અરજદાર મૂળ રાજગોર બ્રાહ્મણ સમુદાય (Rajgor Brahmin community)ની છે અને તેમ છતાં તેણીએ આપણા સમાજમાં આવી વિવેકાધીન જાતિ વ્યવસ્થાને કારણે ઘણું સહન કરવું પડે છે. અરજદારની સરનેમ 'શિલું' છે. જેઓ રાજગોર બ્રાહ્મણ કોમ્યુનિટી સાથે સબંધિત છે.

મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એકમાત્ર ઓર્ડરના આધારે આ માંગ કરી- યુવતીએ રજૂઆત કરી હતી કે, તેઓ અનુસૂચિત જાતિ કેટેગરી (Scheduled Caste Category)માં આવતા ગરોડા બ્રાહ્મણ પરિવારમાં હિંદુ જન્મ્યા હતા અને આખી જિંદગી જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેથી તેમનો ધર્મ છોડી દેવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે, અરજદાર યુવતીએ આ માટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એકમાત્ર ઓર્ડરના આધારે આ માંગ કરી છે, જેમાં મદ્રાસ હાઇકોર્ટ રાજ્ય સરકારને સ્નેહા પ્રતિબરાજા નામની યુવતીને જ્ઞાતિ અને ધર્મ વિનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચો: Helpline number for SC ST : અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે હેલ્પલાઈન જાહેર કરતી સરકાર, જાણો કયો છે નંબર

જિલ્લા કલેક્ટરે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો- 2017માં જિલ્લા કલેક્ટરે તેમને આવા ધર્માંતરણ (Conversion In Gujarat) માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો કે, કાયદા હેઠળ નાગરિક પોતાનો ધર્મ એક ધર્મમાંથી બીજા ધર્મમાં બદલી શકે છે, પરંતુ ધર્મનિરપેક્ષ અથવા નાસ્તિક તરીકે ધર્મ બદલવાની કોઈ જોગવાઈ નથી. ત્યારબાદ તેઓ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. આગામી સમયમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામવે સુનાવણી હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.