સુરતઃ ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં (Accident in New City Light area in Surat ) વહેલી સવારે વોકિંગ પર જતી એક મહિલાને અજાણી કારે ટક્કર (Car Driver hit Woman in Surat) મારી હતી. તેના કારણે તેનું ઘટનાસ્થળે મોત (Woman killed in car crash in Surat) થયું હતું. સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એક અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા હવામાં ફંગોળાઈ જમીન ઉપર પડતાં તેમનું મોત (Woman killed in car crash in Surat) થયું હતું.
આ પણ વાંચો- Pardi Highway Accident: પારડી હાઇવે પર બાઇક ચલાકને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત
મૃતક મહિલા ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં રહેતા હતા
શહેરના ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં (Accident in New City Light area in Surat) આવેલા આશીર્વાદ વિલા ન્યૂમાં રહેતા આશાબેન દવે (ઉં. વ. 58), જેઓ રોજની જેમ આજે વહેલી સવારે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતાં. તે સમય દરમિયાન ન્યૂ સિટી લાઈટ રોડ (Accident in New City Light area in Surat) ઉપર એક અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા હવામાં ફંગોળાઈ જમીન ઉપર પડતા તેમનું મોત (Woman killed in car crash in Surat) થયું હતું. આ જોતાં જ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો- Accident in Navsari Highway : પૂરઝડપે આવતી કારનું ટાયર ફાટતા કાર ટેમ્પો સાથે અથડાઈ, 19 લોકો થયા ઈજાગ્રસ્ત
અજાણ્યા શખ્સે ફોન કરી મૃતકના પુત્રને કરી હતી જાણ
આ બાબતે મૃતક આશાબેનના પૂત્રએ ધર્મેશ દવેએ જણાવ્યું હતું કે, અજાણ્યા વ્યક્તિએ મને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અમે પરિવારમાં 2 ભાઈ અને પિતા ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલા ત્રિલિંગેશ્વર સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યાં છે.
લગભગ ઘટના CCTV માં કેદ હોય એની પણ તપાસ કરીશું
આ બાબતે ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સવારે 7 વાગ્યે કન્ટ્રોલમાં જાણ કરવામાં આવી હતી કે, આ રીતની ઘટના બની છે. એટલે અમારો પેટ્રોલિંગ PCR અને અન્ય પોલીસ સ્ટાફ ઘટના ઉપર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા 58 વર્ષના હતાં, જેનું નામ આશાબેન ગોવિંદભાઈ દવે છે. જો આ ઘટનાના CCTV હોય તો એની પણ તપાસ કરાશે.