ETV Bharat / city

Accident in Surat: બાળકીની બહાર ફરવાની જીદે આખા પરિવારને ચોધાર આંસુએ રડાવ્યા

સુરતના સહારા દરવાજા વિસ્તારમાં GSRTCની બસચાલકે મોપેડને ટક્કર (Accident in Surat) મારી હતી. તેના કારણે મોપેડમાં સવાર 7 વર્ષીય બાળકીનું મોત (Bus and moped accident in Surat) થયું હતું. જ્યારે તેના પિતા ઈજાગ્રસ્ત થયા છે.

Accident in Surat: બાળકીની બહાર ફરવાની જીદે આખા પરિવારને ચોધાર આંસુએ રડાવ્યા
Accident in Surat: બાળકીની બહાર ફરવાની જીદે આખા પરિવારને ચોધાર આંસુએ રડાવ્યા
author img

By

Published : May 7, 2022, 11:27 AM IST

સુરતઃ શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા સંજય નગર પાસે GSRTC બસચાલકે એક મોપેડને અડફેટે (Bus and moped accident in Surat) લીધું હતું. તેના કારણે મોપેડ પર સવાર પિતાપુત્રી નીચે પટકાયા હતા. જોકે, આ અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું હતું. જ્યારે તેના પિતા ઈજાગ્રસ્ત થયા હતા. તો આ બાબતે મહિધરપુરા પોલીસે (Mahidharpura Police) અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

7 વર્ષીય બાળકીનું મોત

7 વર્ષીય પુત્રીનું ઘટનાસ્થળે મોત - શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ફૂલવાડીમાં રહેતા સુભાષ શાહ શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાની 7 વર્ષની પુત્રી સાથે સારા દરવાજા સંજય નગરથી હોડીબંગલા વેડરોડ જઈ રહ્યા હતા. તે દરમિયાન સારા દરવાજા મેઈન રોડ ઉપર પૂરઝડપે આવતી GSRTC બસના ચાલકે મોપેડને ટક્કર મારી હતી. તેના કારણે 7 વર્ષીય પુત્રીનું ઘટનાસ્થળ પર મોત થયું હતું અને પિતા સુભાષ શાહ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આસપાસના લોકોએ ભાગતા ડ્રાઈવરને પકડી પાડ્યો હતો, પરંતુ સમયસર પોલીસ પહોંચી જતા ડ્રાઈવરનો કબજો પોલીસે મેળવ્યો હતો.

રાત્રે થયો અકસ્માત
રાત્રે થયો અકસ્માત

આ પણ વાંચો- Neeraj Chopra car accident: ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાની કારને પાનીપતમાં નડ્યો અકસ્માત

પિતા કંઈ સમજે તે પહેલાં જ પૂત્રીનું મોત - આ અંગે બાળકીના પિતા સુભાન શાહ જણાવ્યુંકે હું મારી સાત વર્ષીય પુત્રી ઉમેરાને લઈને સારા દરવાજા સંજય નગર થી વેડરોડ કતારગામ જઈ રહ્યો હતો ત્યારે બોમ્બે માર્કેટ સર્કલ પાસે GSRTC બસ જે વાપી થી પાલનપુર જઈ રહેલી હતી. તે ભરપૂર ઝડપે આવી રહી હતી તેણે અમને અડફેટમાં લીધો હતો. અડફેટે લીધા બાદ પરંતુ મને કાંઈ ખબર પડે તે પહેલા મારી પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું એ મને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી. મેં બસ ડ્રાઈવર ને પકડવા માટે જતા પેહલા લોકો એની પાછળ ભાગ્યા હતા પરંતુ સમયસર ત્યાં પેટ્રોલિંગ પીસીઆર પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. અને ડ્રાઈવરને પકડીને લઇને ગઈ હતી.

સહારા દરવાજા વિસ્તારમાં આવેલા સંજય નગર પાસેની ઘટના

આ પણ વાંચો- ધરમ કરતા ધાડ પડી : આગ બુઝાવવા નીકળેલી ફાયરની ગાડીને નડ્યો ભયંકર અકસ્માત

મારા કરતાં મારા મોટા ભાઈને મારી દીકરી ખૂબ જ વહાલી હતી - બાળકીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં કુલ 3 દીકરીઓ છે. એમાં ઉમેરા બીજા નંબરની દીકરી હતી અને તે ધોરણ 1માં ભણતી હતી. જોકે, મારા કરતાં મારા મોટા ભાઈને મારી દીકરી ખૂબ જ વહાલી હતી. આ ઘટનાની જાણ થતા જ મારા મોટા ભાઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે ગઈકાલે તેણે બહાર ફરવાની જીદ કરી હતી. આથી હું તેને બહાર ફરવા માટે લઈ ગયો હતો, પરંતુ ક્યાં ખબર હતી કે આવી ઘટના થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.