ETV Bharat / city

સુરતના રેલવે યાર્ડમાં મળ્યો મૃતદેહ, પત્થરથી હત્યા કરાઇ હોવાની આશંકા - સુરત રેલ્વે પોલીસ

સુરત રેલવે યાર્ડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સુરત રેલવે પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ માટેની તપાસ હાથ ધરી છે. આ હત્યા પત્થરના ઘા ઝીંકી કરાઈ હોવાની પોલીસને આશંકા છે.

સુરત
સુરત
author img

By

Published : Jan 27, 2021, 11:15 AM IST

  • સુરત રેલવે યાર્ડમાંથી મળી આવ્યો યુવકનો મૃતદેહ
  • મૃતદેહને PM માટે ખસેડવામાં આવ્યો છે
  • પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની આશંકા

સુરત: રેલવે યાર્ડમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે પથ્થરના ઘા ઝીંકી હત્યા થયાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. સુરત રેલવે પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ અને હત્યારાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

સુરતનાં લિંબાયત વિસ્તારમાં જરીના વેપાર સાથે સંકળાયેલા ઈસમની હત્યા બાદ હવે રેલવે પોલીસની હદમાં આવેલા રેલવે યાર્ડમાંથી 1 અજાણ્યા ને યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સાથે જ અજાણ્યા મૃતદેહને PM માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકને પત્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

યુવકના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા

મરનાર યુવક કોણ છે અને તેની હત્યા કોણે કરી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. મરનાર યુવકના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહન અને હત્યારાની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.