ETV Bharat / city

સુરત ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, 25 વાયદાઓને આપાયું સ્થાન - સુરત ભાજપ

સુરત મહાનગરપાલિકાની તમામ 120 બેઠક પર વિજય મેળવવા માટે ભાજપે કમર કસી છે. આજે બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.આર પાટીલે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં 25 વાયદાઓ પ્રજા સમક્ષ મૂક્યા છે.

ETV BHARAT
સુરત ભાજપનો મેનિફેસ્ટો
author img

By

Published : Feb 17, 2021, 7:05 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • સુરત ભાજપે પ્રજાને આકર્ષવા જાહેર કર્યો મેનિફેસ્ટો
  • 25 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન
    સુરત ભાજપનો મેનિફેસ્ટો

સુરત: 25 વર્ષથી સુરત મહાનગરપાલિકાઓના સત્તામાં વિરાજમાન ભાજપ આ વખતે પણ ભવ્ય વિજયની આશા રાખી છે. મતદાનના થોડા દિવસ અગાઉ ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 25 મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે.

ભાજપનો મેનિફેસ્ટો

  1. રસ્તા ,પાણી, લાઈટની સાથે જ નવા ગાર્ડન, શાંતિકુંજ, શાળા વગેરેનું નિર્માણ.
  2. રૂપિયા બે હજાર કરોડના ખર્ચે પવિત્ર તાપી નદી શુદ્ધિકરણનું ભગીરથ કાર્ય શરૂ છે. આવનારા દિવસોમાં તાપી નદીમાં આઉટ લેટથી આવતા ગંદા પાણીને અટકાવવામાં આવશે.
  3. દરેક શહેરીજનોને પોતાના ઘર નજીક અર્બન હેલ્થ સેન્ટર ઉપર તમામ પ્રકારની વૈદકીય સારવાર મળી રહે તેવું આયોજન. નવા અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ.
  4. ડુમસના દરિયા કિનારે થીમ પાર્ક, ઈકો ટુરિઝમ પાર્ક વગેરે વિકસાવીને ડુમ્મસ નજીકના 35 કિલોમીટર લાંબા દરિયા કિનારાને પર્યટન સ્થળ બનાવવાનું.
  5. ટ્રાફિક સરલીકરણઅને માસ ટ્રાન્સપોર્ટ સ્ટેશન પર ફોકસ, ઇ-બસની સંખ્યામાં વધારો. આ સાથએ જ મલ્ટી લેવલ પાર્કિંગ અને મિકેનિકઝાઈડ પાર્કિંગ ફોર્મ્યુલા અપનાવી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાના પ્રયાસ સાથે શહેરમાં પ્રદૂષણ રોકવા માટે વધુમાં વધુ ઈલેક્ટ્રીક બસો દોડાવાશે. શહેરને મેટ્રો રેલવે તરીકે માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુ એક પર્યાય પ્રાપ્ત થવા જઈ રહ્યો છે.
  6. નવા અને જૂના વિસ્તારોમાં અદ્યતન શાળાઓ નિર્માણ કરવાનું આયોજન કરાશે. જુના જર્જરિત શાળાઓના નવનિર્માણ અને આધુનિકરણના આયોજનને પણ પ્રાથમિકતા.
  7. સુરત દર્શનથી સર્કિટ તૈયાર કરીને સુવિધાપૂર્ણ બસ સાથેની સિટી ટૂરનું આયોજન. તાપી નદીથી લઈને પૌરાણિક ધાર્મિક સ્થળ સાયન્સ સેન્ટર સહિત અન્ય સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે.
  8. અનેક વિસ્તારોમાં શ્રમજીવીઓ હળપતિ નિવાસ તેમ જ સેવા વસ્તુઓમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપરાંત વધુ આરોગ્યપ્રદ વાતાવરણ આપવાનું આયોજન.
  9. વિન્ડ પાવર અને સોલાર પ્રોજેક્ટનું વિસ્તરણ કરાશે.
  10. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આપત્તી વ્યવસ્થાપનને અત્યાધુનિક બનાવવા માટે પ્રયાય.
  11. વિવિધ યોજના હેઠળ આવાસોનું નિર્માણ કરી વધુમાં વધુ આવાસ બનાવવાનું આયોજન.
  12. ઔદ્યોગિક નગર સુરતમાં ઘર વિહોણા વ્યક્તિઓ માટે સેન્ટર હોમની સુવિધા વધારવામાં આવશે.
  13. લોકોને વધુ ગુણવત્તા યુક્ત પાણી મળી રહેશે.
  14. આગામી દિવસોમાં નવી અને અદ્યતન ટેકનોલોજીની મદદથી પોલીમેરી રોડ, પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગથી બનતા રોડ કે ઓલ વેધર રોડ બનાવવાનું સઘન આયોજન.
  15. બાઈસિકલ શહેરના વ્યાપમાં વધારો કરાશે.
  16. રાજમાર્ગ સુરતની બનશે ઓળખ. હેરિટેજ તરીકે વિકસાવવામાં આવશે જેથી સુરતીઓની જૂની સ્મૃતિઓમાં જળવાયેલું રહે.
  17. તળાવો રમત-ગમતના મેદાનોની સંખ્યામાં વધારો કરાશે. સુવિધાયુક્ત બનાવીને એનો વિકાસ કરીને રમતગમતને પ્રોત્સાહન આપવાનું પણ આયોજન.
  18. શહેરીજનોને ઓનલાઇન અનેક સુવિધા મળી રહે અને મહાનગરપાલિકાની મહત્તમ સેવાઓનો ડિજિટાઇઝેશન કરવાનું આયોજન.
  19. સુરતમાં અન્ય વિસ્તારોમાં નાઈટ ફૂટ બજાર શરૂ કરવા માટેની કવાયત હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.