- સુરત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને માત્ર બે બેઠક
- માંડવી તાલુકાની 02 બેઠક પર કોંગ્રેસની જીત
- અન્ય તમામ તાલુકાની જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો કબ્જો
બારડોલી: સુરત જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી 34 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા જ 02 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે 34 બેઠકો પર યોજાયેલ ચૂંટણીમાં ભાજપે ગયા ટર્મ કરતાં સારું પ્રદર્શન કરી 34 માંથી 32 બેઠક કબ્જે કરી હતી. માત્ર બે બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. માંડવી વિસ્તારની જિલ્લા પંચાયતની બે બેઠકો કોંગ્રેસના ઉમેદવારે જીતી હતી. જ્યારે અન્ય તાલુકામાં કોંગ્રેસે ખાતું પણ ખોલ્યું નથી. અહીં કોંગ્રેસ માટે આંચકા જનક પરિણામ જોવા મળ્યા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દર્શન નાયકની હાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા દર્શન નાયક માંગરોળની નાની નરોલી જિલ્લા પંચાયતની બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા હતા. જ્યાં ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અફઝલખાન પઠાણે દર્શન નાયકને હારનો સ્વાદ ચખાડ્યો હતો. બીજી તરફ બારડોલી તાલુકામાં જિલ્લા પંચાયતની કડોદ બેઠક ઉપર માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય અનિલ પટેલ (કંટાળી) ના ધર્મપત્ની પન્નાબેન ચૂંટણી લડી રહ્યા હતા, જ્યાં તેમને ભાજપના દિપીકાબેન પટેલે પરાજિત કર્યા હતા. જ્યારે બારડોલીની વરાડ જિલ્લાપંચાયત બેઠક ઉપર અનિલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યાં તેમને ભાજપના રોશન પટેલે પરાજિત કર્યા હતા. આ ઉપરાંત કામરેજની ઊંભેળ બેઠક ઉપર માજી ધારાસભ્ય ભારતીબેન રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી. તેમની પણ ભાજપમાંથી જીત થઈ હતી. મહુવામાં પણ વલવાડા બેઠક ઉપર રાકેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. તેમની પણ જીત થઈ હતી.
માંડવી તાલુકા પંચાયતમાં 25 વર્ષ બાદ પહેલી વખત ભાજપની બહુમતી
કોંગ્રેસ માટે સૌથી આંચકાજનક પરિસ્થિતી માંડવી તાલુકા પંચાયતમાં જોવા મળી હતી અંહી 24 બેઠકમાંથી 14 બેઠક ભાજપે જીતી હતી. જ્યારે 10 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. 25 વર્ષ બાદ પ્રથમવાર માંડવી તાલુકા પંચાયતમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે.
મહુવા તાલુકા પંચાયત પણ ભાજપના ફાળે
આ ઉપરાત મહુવા તાલુકા પંચાયત પણ ભાજપે કોંગ્રેસ પાસે આંચકી લીધી છે. અહી ભાજપને 20માંથી 14 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 6 બેઠક ગઈ છે. જ્યારે ઉમરપાડા તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત બની છે. અહી 16માંથી 16 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.
કામરેજ તાલુકા પંચાયતમાં આપનો પગપેસારો-કોંગ્રેસનો સફાયો
સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયતમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સુરત શહેરને અડીને આવેલ આંબોલી અને કામરેજ-2 બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. જોકે અન્ય કોઈ તાલુકા પંચાયત કે નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને કોઈ મોટી સફળતા મળી નથી.
તાલુકો | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
બારડોલી | 22 | 22 | 00 | 00 |
મહુવા | 20 | 14 | 06 | 00 |
પલસાણા | 18 | 16 | 01 | 01 |
ચોર્યાસી | 16 | 12 | 04 | 00 |
કામરેજ | 20 | 18 | 00 | 02(આપ) |
ઓલપાડ | 24 | 23 | 00 | 01 |
માંગરોળ | 24 | 19 | 05 | 00 |
ઉંમરપાડા | 16 | 16 | 00 | 00 |
માંડવી | 24 | 14 | 10 | 00 |
કુલ | 184 | 154 | 26 | 04 |
સુરત જિલ્લા પંચાયત બેઠક વાર પરિણામ
ક્રમ | બેઠક | વિજેતા | પાર્ટી | મળેલ મત |
1 | મહુવા - અનાવલ | સંગીતાબેન જગુભાઈ આહીર | ભાજપ | 11564 |
2 | માંડવી - અરેઠ | ગીતાબેન વિજયભાઇ પટેલ | ભાજપ | 12606 |
3 | બારડોલી - બાબેન | રેખાબેન રાકેશભાઈ હળપતિ | ભાજપ | 8587 |
4 | પલસાણા - ચલથાણ | રમેશભાઇ મંગાભાઇ રાઠોડ | ભાજપ | 9126 |
5 | માંડવી - દેવગઢ | અનિલકુમાર દિનેશભાઇ ચૌઘરી | કોંગ્રેસ | 10754 |
6 | ઉમરપાડા-ઘાણાવડ | વસાવા રાજેન્દ્રભાઈ મિચરાભાઈ | ભાજપ | 13004 |
7 | માંડવી - ઘંટોલી | બિપીનભાઇ ચંદુભાઇ ચૌઘરી | કોંગ્રેસ | 9658 |
8 | માંડવી - ગોદાવાડી | રોહિતભાઇ મનહરભાઇ ૫ટેલ | ભાજપ | 13884 |
9 | ચોર્યાસી – હજીરા | નિલેશકુમાર સતિષભાઇ તડવી | ભાજપ | 4452 |
10 | માંગરોળ - ઝંખવાવ | દિનેશ ચંદુભાઈ સુરતી | ભાજપ | 12961 |
11 | બારડોલી-કડોદ | દિપીકાબેન મનિષભાઇ પટેલ | ભાજપ | 9818 |
12 | કામરેજ | સુમનબેન દલપતભાઇ રાઠોડ | ભાજપ | બિનહરીફ |
13 | મહુવા-કરચેલીયા | રીટાબેન દિપકભાઈ પટેલ | ભાજપ | 10447 |
14 | ૫લસાણા-કારેલી | ભાવીનીબેન અતુલભાઇ ૫ટેલ | ભાજપ | 15014 |
15 | ખોલવડ | રવજીભાઇ સોમાભાઇ વસાવા | ભાજપ | 12650 |
16 | કીમ | કરસનભાઇ છનાભાઇ ઢોડિયા | ભાજપ | 12028 |
17 | માંગરોળ | કોસંબા અમીષાબેન જગદીશભાઈ પરમાર | ભાજપ | 5493 |
18 | ચોર્યાસી – લાજપોર | જયશ્રીબેન પ્ર્વિણભાઇ રાઠોડ | ભાજપ | 11657 |
19 | મહુવા | જિનેશભાઈ વિનોદભાઈ ભાવસાર | ભાજપ | 8245 |
20 | માંગરોળ | નયનાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી | ભાજપ | 11357 |
21 | મોર | કરિશ્માબેન ઉમેશકુમાર રાઠોડ | ભાજપ | 18096 |
22 | ચોર્યાસી – મોરા | અશોકકુમાર કૈલાશભાઇ રાઠોડ | ભાજપ | 5256 |
23 | માંગરોળ - નાની નરોલી | અફઝલ ખાન હાજી હબીબ ખાન પઠાણ | ભાજપ | 11651 |
24 | નવાગામ | મુકેશભાઇ ભુલાભાઇ રાઠોડ | ભાજપ | 11668 |
25 | ઓલપાડ | સીતાબેન ગાંડાભાઇ રાઠોડ | ભાજપ | 11037 |
26 | ૫લસાણા | કાજલબેન અભિષેક ચૌધરી | ભાજપ | 12589 |
27 | પિંજરત | મોનાબેન નિમેષભાઇ રાઠોડ | ભાજપ | બિનહરીફ |
28 | માંગરોળ - પીપોદરા | નયનાબેન કાનાભાઈ વસાવા | ભાજપ | 7926 |
29 | સાયણ | અશોકભાઇ અંબુભાઇ રાઠોડ | ભાજપ | 12687 |
30 | બારડોલી-સુરાલી | જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઇ પટેલ | ભાજપ | 10150 |
31 | માંડવી - તડકેશ્વર | ચેતનાબેન વિજયકુમાર પટેલ | ભાજપ | 10310 |
32 | ઉંભેળ | ભારતીબેન અમૃતભાઇ રાઠોડ | ભાજપ | 12241 |
33 | ઉમરપાડા- વાડી | દરિયાબેન શાંતિલાલભાઈ વસાવા | ભાજપ | 17095 |
34 | મહુવા-વલવાડા | રાકેશભાઈ અરવિંદભાઈ પટેલ | ભાજપ | 11232 |
35 | બારડોલી-વાંકાનેર | ભાવેશભાઇ નગીનભાઇ પટેલ | ભાજપ | 11272 |
36 | બારડોલી-વરાડ | રોશનકુમાર અરવિંદભાઇ પટેલ | ભાજપ | 11057 |