ETV Bharat / city

BJP state executive meeting in Surat : વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકના ટાર્ગેટ સાથે રણનીતિ ઘડવા શું થઇ રહ્યું છે જૂઓ

સુરતમાં સરથાણામાં ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટરમાં (Convention Center of Chamber of Commerce at Sarthana ) ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ ઉપસ્થિત છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.

BJP state executive meeting in Surat : વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકના ટાર્ગેટ સાથે રણનીતિ ઘડવા શું થઇ રહ્યું છે જૂઓ
BJP state executive meeting in Surat : વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકના ટાર્ગેટ સાથે રણનીતિ ઘડવા શું થઇ રહ્યું છે જૂઓ
author img

By

Published : Jul 9, 2022, 2:36 PM IST

Updated : Jul 9, 2022, 7:47 PM IST

સુરતઃ સુરતમાં પ્રથમવાર ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટરમાં (Convention Center of Chamber of Commerce at Sarthana ) હાલ ચાલી રહેલ આ કારોબારી બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP state president CR Patil ) સહિત કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના પ્રધાનો હાજર છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)પહેલા આ કારોબારી બેઠકના માધ્યમથી ભાજપના અગ્રણી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ હાથ ધરી છે.

દરેક કાર્યકર્તા માટે અલગ ટેબલ અને ખુરસીની વ્યવસ્થા કરાઈ

એક વ્યૂહ રચના - ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે 150 બેઠકના ટાર્ગેટ (Target to get 150 seats )રાખ્યો છે. આ ટાર્ગેટ મેળવવા માટે ભાજપના ઉચ્ચ નેતાઓ સહિત તમામ કાર્યકર્તાઓ કઈ રીતે એક વ્યૂહરચના હેઠળ કામ કરી શકે આ માટે સુરત ખાતે ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી છે.

વક્તવ્ય થકી ઊર્જા આપી- ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી કઈ રીતે વધુમાં વધુ બેઠક મેળવી એક રેકોર્ડ બનાવે આ માટે રચના તૈયાર કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)સહિત કેન્દ્રીયપ્રધાન રાજ્યના પ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP state president CR Patil ) પોતપોતાની રીતે પોતાના કાર્યકરોને પોતાના વક્તવ્ય થકી ઊર્જા આપી રહ્યાં છે.

સી આર પાટીલે આપ્યું ઊર્જાવાન વક્તવ્ય
સી આર પાટીલે આપ્યું ઊર્જાવાન વક્તવ્ય

1000 થી વધુ અગ્રીમ હરોળના કાર્યકર્તાઓ - સુરત સરથાણા ખાતે આવેલા કન્વેન્શન સેન્ટરમાં આશરે 1000 થી વધુ અગ્રીમ હરોળના કાર્યકર્તાઓ હાજર છે. જેમાં જિલ્લા પ્રમુખ મહામંત્રી સહિત તમામ સાંસદો અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે. કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, દર્શના જરદોશ અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર છે.

પાટીલનું 182 બેઠકો જીતવા આહવાન - કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 182 બેઠકો જીતવા આહવાન સાથે જણાવ્યું હતું કે, 68 લાખ પેજ સમિતિના સભ્યો થયા છે. 8 લાખ સભ્યો સદસ્ય અભિયાન બન્યા છે.આગામી સમયમાં બીજેપી જન જન સુધી પહોંચવા માટે કાર્યરત રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોચાડવામાં આવે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સારી કામગીરી માટે અભિનંદન કાર્યકર્તાઓને અભિનંદન છે.તેમણે કહ્યું કે સરકારે આદિવાસી સમાજ માટે અનેક કામો અને નિણર્ય કર્યા છે. 70 વર્ષ સુધી અન્ય પક્ષોએ માત્ર ને માત્ર વોટ માટે જ ઉપયોગ કર્યો છે. ચૂંટણી નજીક છે અને આગામી ચૂંટણીમાં બીજેપીની ઐતિહાસિક જીત થશે.જ્યારે ઉમેદવાર પસંદગી વિશે તેમણે કહ્યું હતું કે ઉમેદવાર નક્કી કરવાનો નિર્ણય પાર્લામેન્ટ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.

આગામી ચૂંટણી માટે 150 બેઠક છે ટાર્ગેટ
આગામી ચૂંટણી માટે 150 બેઠક છે ટાર્ગેટ

કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ શું કહ્યું - કારોબારી બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ભૂતકાળની સરકાર ચૂંટણીમાં ફાયદો થાય એ માટે નિર્ણય કરતી હતી.જ્યારે 2014 થી ભાજપ સરકારે પ્રજાલક્ષી નિર્ણય કર્યા છે.ખાતરના ભાવ ન વધારવાનો નિર્ણય લેવાયો, સબસીડી વધારા, .8 કરોડ પરિવારને ગેસનો બોટલ મળ્યો છે. હાલ ભારતમાં કોરોનાનો ઓમિક્રોનનો સબ વેરિયન્ટ વાઇરસ જોવા મળી રહ્યો છે. આઇસીએમઆર દ્વારા કોરોનાના વાયરસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઓમીક્રોનનો હાલ સબ વેરિયન્ટ છે છતાંય જનતા સજાગ અને સચેત રહે. કેન્દ્રની ગાઈડ લાઈનનું નાગરિકો પાલન કરે. 97 ટકાથી વધુ નાગરિકોએ વેકસીન લઈ લીધી છે..વચેટિયાને હટાવવા જનધન ખાતા ખોલવામાં આવ્યા. અમે તૃષ્ટિકરણની રાજનીતિ નથી કરતાં, ગુજરાતની 6 કરોડની જનતાની અમે ચિંતા કરીયે છીએ. તમામ સમાજ અમારી સાથે છે. પ્રદેશ પ્રમુખે 182નો લક્ષ્યાંક આપ્યો છે તે સિદ્ધ કરવા લાગી જઇએ.

આ પક્ષનો પડકાર- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)માઈક્રો પ્લાનિંગ કરવા માટે તમામ રાજ્ય સરકારના પ્રધાનો અને કેન્દ્રીય સરકારના પ્રધાનો સુરત આવી પહોંચ્યા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ મોરચો ખોલી બેસી છે.

આ પણ વાંચોઃ BJP state executive meeting in Surat : 25 વર્ષ પછી આટલી મોટી કારોબારીનું આયોજન, દ્રૌપદી મૂર્મુંનું સ્વાગત અહીં કરશે ભાજપ

કાર્યકર્તાઓ માટે અલાયદી વ્યવસ્થા -સુરતના સરસાના વિસ્તારમાં આયોજિત ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં તમામ કાર્યકરો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક કાર્યકર્તા માટે અલગ ટેબલ અને ખુરસીની વ્યવસ્થા કરાઈ છે. કોર્પોરેટ સેક્ટરમાં જે રીતે મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ રીતે ભાજપે એક કોર્પોરેટ સેક્ટરની જેમ આ બેઠકની વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠક શરૂ, વિધાનસભા ચૂંટણી માટે વ્યુહરચના તૈયાર થશે

આપના 28 નગર સેવકો ચૂંટાઇ આવ્યા હતાં- પ્રથમવાર સુરતમાં ભાજપ પ્રદેશની કારોબારી બેઠક યોજાઇ છે. સુરત આ વખતે આ માટે પણ મહત્વપૂર્ણ શહેર છે કારણકે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચમત્કારીક રીતે ચૂંટાઇ આવ્યા હતાં. ત્યારબાદથી રાજ્યમાં આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અનેકવાર ગુજરાતના પ્રવાસે પણ આવી ચૂક્યા છે.

સુરત ચૂંટણી માટે એપી સેન્ટર - આ વખતે ભાજપ માટે કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ટક્કર આપી રહ્યા છે. જો ભાજપને 150 બેઠકો (Target to get 150 seats ) ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) હાંસલ કરવી હશે તો સુરત ચૂંટણી માટે એપી સેન્ટર તરીકે રહેશે. મીની સૌરાષ્ટ્ર અને મીની ભારત તરીકે પોતાની ઓળખ બનાવનાર આ શહેર ભાજપના વિકાસ કાર્યો માટે સુરત બ્રાન્ડ એમ્બેસેડર (Surat brand ambassador for BJP development works) તરીકે કાર્ય કરી શકે છે.

Last Updated : Jul 9, 2022, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.