સુરત : આજે ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનની ઠેર ઠેર ઉજવણી (Rakshabandhan festival 2022) કરવામાં આવી રહી છે. બહેનો દ્વારા તેમના ભાઈ ના રક્ષણ માટે રાખડી બાંધીને ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ખાતે કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશએ ભાજપના પ્રદેશ (CR Patil tied rakhi) અધ્યક્ષ સી.આર. પાટીલના કાંડે રાખડી સૂત્ર બાંધીને તેમના લાંબા આયુષની કામના કરી હતી. રક્ષાબંધનની નિમિતે સી.આર.પાટીલે રાખડી બાંધીને બહેનને ભેટ પણ આપી હતી.
આ પણ વાંચો : શાળાના બાળકોએ અનાજમાંથી બનાવી અનોખી રાખડી
પાટીલે આપી ભેટ દર વર્ષે કેન્દ્રીય રાજ્ય પ્રધાન દર્શના (Gujarat Rakshabandhan) જરદોશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાખડી બાંધે છે. આ વર્ષે પણ દર્શના જરદો સે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રાખડી બાંધી હતી અને સી.આર. પાર્ટીલે દર્શના જરદોશને ઉપહાર તરીકે તિરંગો ભેટ આપી દેશ સેવા માટે ખૂબ જ ગતિથી પ્રગતિ કરવા માટેની શુભકામનાઓ પાઠવી હતી. દર્શનાબેન જરદોશ જ્યારથી રાજકીય કારકિર્દીમાં આવી ત્યારથી જે સી.આર.પાટીલ ને ભાઈ તરીકે રાખડી બાંધે છે.
આ પણ વાંચો : 15 ઓગસ્ટ પર ગુજરાત પોલીસને મળી શકે છે મોટી ભેટ
રક્ષાબંધનનું મહત્વ રાજકારણમાં ઉતરોતર પ્રગતિ કરે કેન્દ્રીય રાજ્ય પ્રધાન દર્શના જરદોશએ જણાવ્યું હતું કે, સી.આર.પાટીલ તમામ બહેનોને ખૂબ જ આદર- સન્માન આપતા હોય છે તેઓ મારી માટે મોટાભાઈ સમાન છે. જ્યારે પણ હું તેમને રાખડી બાંધુ છું ત્યારે હર્ષની લાગણી (Gujarat Rakshabandhan festival) અનુભવ કરું છું. તેઓ રાજકારણમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી ઈશ્વરને પ્રાર્થના હું કરું છું. ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધનનો તહેવાર ગુજરાતી લોકો માટે ખુબ મહત્વ ધરાવે છે. ત્યારે આ પ્રસંગે લોકો (Rakshabandhan 2022) રાખડી બાંધીને મોઢું મીઠું કરીને આનંદ માણતા હોય છે.