ETV Bharat / city

પાંડેસરામાં કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના પ્રકરણમાં બિહારી યુવકની ધરપકડ - યુવાનની ધરપકડ

સુરત પાંડેસરાના(Surat Pandesara)સિધ્ધાર્થ નગર નજીક કચરાના ઢગલા પર પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને નવજાત બાળકીને ત્યજી દેવાના પ્રકરણમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસે બિહારી યુવાનને ઝડપી પાડયો છે.સાળી સાથેના અનૈતિક સંબંધમાં બિહારથી સુરત આવ્યો હતો પરંતુ રસ્તામાં જ પ્રસૂતિ થઈ જતા પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધું હોવાનું જણાવ્યું હતું.

પાંડેસરામાં કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના પ્રકરણમાં બિહારી યુવકની ધરપકડ

author img

By

Published : Oct 30, 2021, 2:11 PM IST

Updated : Oct 31, 2021, 11:11 AM IST

  • સાળી સાથેના અનૈતિક સંબંધમાં બિહારથી સુરત આવ્યો હતો
  • આરોપીએ પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધું હતું
  • પોલીસે સીસીટીવી તપાસ કરી આરોપીની ધરપકડ કરી

સુરત: પાંડેસરાના સિધ્ધાર્થ નગર( Siddharth Nagar of Pandesara) નજીક કચરાના ઢગલા પર પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને નવજાત બાળકીને ત્યજી(Abandoned newborn baby) દેવાના પ્રકરણમાં પોલીસે બિહારી યુવાનને ઝડપી પાડયો છે.તેની સાળી સાથેના અનૈતિક સંબંધમાં બિહારથી સુરત આવ્યો હતો પરંતુ રસ્તામાં જ પ્રસૂતિ થઈ જતા પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધું હોવાનું જણાવ્યું હતું.

પાંડેસરામાં કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના પ્રકરણમાં બિહારી યુવકની ધરપકડ

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી

પાંડેસરાના સિધ્ધાર્થનગર ત્રણ રસ્તાથી બાટલી બોય ત્રણ રસ્તા તરફ જવાના મેઇન રોડ પર એક ગેરેજ ની સામે બ્રિજના નાકા પર કચરાના ઢગલા પરથી પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ત્યજી દેવાયેલું નવજાત બાળકી મળી આવી હતી. આ મામલે પાંડેસરા પોલીસે નવજાતને ત્યજી દેનાર જનેતા અને તેના પિતા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં એક યુવાન બાઇક પર માસૂમને ત્યજીને જતા દેખાતો હતો. જેથી પોલીસે બાઇકના નંબરના આધારે યુવકની તપાસ હાથ ધરી હતી.
સાળી ગર્ભવતી બની જતાં પાપ છુપાવવા સુરત આવ્યો

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ઊનની શ્રીનાથ સોસાયટી માં બનેવીના ઘરે થી રજનીકુમાર રવિન્દ્ર પાસવાને ઝડપી લીધો હતો. રજનીશની પૂછપરછ કરતા બિહારના નાલંદા જિલ્લાનો રહેવાસી છે અને તેના સાળી સાથે અનૈતિક સંબંધ હતા. જેને પગલે અનૈતિક સંબંધોમાં સાળી ગર્ભવતી બની જતાં પાપ છુપાવવા સુરત આવ્યો હતો.

સાળી ગર્ભવતી થઈ જતા બિહારથી સુરત ડિલીવરી માટે આવ્યો
સાળી ગર્ભવતી થઈ જતા બિહારથી સુરત ડિલીવરી માટે આવ્યો હતો, અને પાંડેસરા વિસ્તારની હોસ્પિટલમાં ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો, અને રસ્તામાં જ પ્રસૂતિ થઇ ગઇ હતી. જેથી નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ત્યજી દીધાની કબૂલાત કરી છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંંચોઃ સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી

આ પણ વાંંચોઃ લ્યો બોલો... રાહુલ ગાંધીની ફલાઈટનો પાયલોટ સુરતમાં ફરવા ગયો, Rahul Gandhi લાલઘૂમ

Last Updated : Oct 31, 2021, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.