સુરત: ભાવનગરની મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓને ભાજપના પેજ પ્રમુખ(Bhavnagar BJP Page Committee) બનાવવા અંગેની લેખિત સૂચના વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વિરોધ કર્યો છે કે, કોલેજની મહિલા પ્રિન્સિપાલ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે. તે ભાજપના ઇશારે જ થયું છે. આ કૃત્ય ભાજપને નબળું(BJP page to become president) દર્શાવે છે.
આ પણ વાંચો: અચ્છા તો આ રીતે બને છે ભાજપની પેજ કમિટી, કૉંગ્રેસે ફોડ્યો ભાંડો
પ્રિન્સિપાલે રાજીનામું આપી દીધું છે - ભાવનગરની એક મહિલા કોલેજમાં(Bhavnagar Gandhi Mahila College in controversy) પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને નોટિસ કાઢીને ભાજપના પેજ પ્રમુખ બનવા માટે(BJP page to become president) જણાવ્યું છે. જોકે સમગ્ર પ્રકરણ બહાર આવતા પ્રિન્સિપાલે રાજીનામું આપી દીધું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ભાજપ અને પ્રદેશ પ્રમુખ પાર્ટી સામે મોરચો ખોલ્યો(Bhavnagar Congress Exposed) છે.
ભાજપ કોલેજની વિદ્યાર્થિનીઓને પણ પેજ પ્રમુખ બનાવી રહી છે - આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરની મહિલા કોલેજમાં(Women College Bhavnagar) વિદ્યાર્થીઓને પેજ કમિટીના સભ્ય બનાવવા માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો માંગવામાં આવ્યો હતો. હવે ભાજપ કોલેજની વિદ્યાર્થિનીઓને પણ પેજ પ્રમુખ બનાવી રહી છે. કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓને પ્રમુખ બનવા કહેવામાં આવ્યું(Gandhi Mahila College letter goes viral) તે ખૂબ જ ખોટું અને શરમજનક છે. નેતાઓ ઘરની મહિલાઓ અને દીકરીઓને પ્રમુખ પહેલા બનાવ્યા અને ત્યારબાદ જાહેરાત આપી બીજાને પેજ પ્રમુખ બનાવવા માટે કહે છે.
આ પણ વાંચો: દૂધસાગર ડેરીનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર, ચૌધરી સમાજની ચીમકી કહ્યું- કાર્યવાહી નહીં થાય તો...
ભાજપ હવે જમીન ઉપર મજબૂત રહી નથી - આ સાથે જ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે, ભાજપ પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવે છે. કોલેજની વિદ્યાર્થિનીઓને પેજ પ્રમુખ બનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના દર્શાવે છે કે ભાજપે નબળી પાર્ટી છે. આમ આદમી પાર્ટીથી ભયભીત થઈ ગઈ છે. ભાજપ હવે જમીન પર મજબૂત રહી નથી. આ સમગ્ર મામલે ભાવનગરમાં વિરોધ કરવામાં આવશે. આ સાથે આગામી દિવસોમાં વિરોધ સુરતમાં પણ કરાશે.