ભરૂચ: ભરૂચ દહેજ વચ્ચેની રેલવે લાઈનમાં ટ્રેનની અડફેટે બે યુવાનો આવી જતા બન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત (Unknown Dead body near Bharuch Railway Track) નીપજ્યા હતા. ટ્રેનના લોકો પાયલટે (ટ્રેન ડ્રાઈવર) રેલવે તંત્રને (Bharuch Railway Division) જાણ કરતા પોલીસ સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. ભરૂચ દહેજ વચ્ચેની રેલવે લાઈન પર બે અજાણ્યા યુવાનો ટ્રેનની (Two person Death Railway Track) અડફેટે આવતા મૃત્યું થયું છે. ભરૂચના શક્તિનાથ નજીકના રેલવે ટ્રેક પાસે આ ઘટના બની હતી.
આ પણ જાણો: બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની : ગોંડલમાં 2 માસની બાળકીને ડામ દીધાં, મામલો આમ આવ્યો બહાર
તપાસ શરૂ: ભરૂચ દહેજ વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી પર ગુડ્સ ટ્રેન ચાલી રહી છે. જે રેલવે ટ્રેક ઉપર શક્તિનાથ નજીક બે યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જે અંગેની જાણ ટ્રેનના લોકો પાયલટે રેલવેને કરતા રેલવે તંત્રની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પછી બન્ને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શનિવારે સવારે ભરૂચ રેલવેથી દહેજ તરફ ગુડઝ ટ્રેન પસાર થઇ રહી હતી. તે દરમિયાન શક્તિનાથ રેલવે ટ્રેક પાસે અજાણ્યા યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ટ્રેનના ડ્રાઇવરે ભરૂચ રેલવેને જાણ કરી હતી. ટ્રેકથી થોડે દૂર બન્નેના મૃતદેહ પડ્યા હતા. ગુડ્સ ટ્રેન (માલગાડી)ના લોકો પાયલટે આ અકસ્માત અંગે રેલવેને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આ પણ જાણો: Blast accused arrested : ટેડી બેર ગિફ્ટ બ્લાસ્ટ આરોપી ઝડપાયો, ખતરનાક હતો ઇરાદો
કોણ છે મૃતકો: રેલવે પોલીસે તપાસ કરતા બન્ને મૃતદેહ રેલવે ટ્રેકની સાઇડ ઉપર પડ્યા હતા. જેના કારણે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી-વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું કે, બન્ને ભરૂચની અયોધ્યાનગર ઝૂપડપટ્ટીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મૃતકોનું નામ રાકેશ સાધ્યો (ઉ.વ. 26) અને ચદરૂ કલજી પરમાર (ઉ.વ.35) હોવાનું જાણવા મળ્યું છે. ચદરૂ મૂળ દાહોદનો રહેવાસી હતો. જે હાલમાં ભરૂચમાં મજૂરીકામ કરતો હતો. થોડા સમય પહેલા જ તે ભરૂચમાં સ્થાયી થયો હતો. મજૂરી કામે ગયા બાદ પરત ન આવતાં તેને પરિવાર જનોએ શોધખોળ આરંભી હતી. ભરૂચ રેલવે પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારનો સંપર્ક કરવા પ્રયત્નો કર્યા હતા. હવે આ મૃત્યું રેલવેની અડફેટે આવતા થતા છે, હત્યા છે કે, આત્મહત્યા એ અંગે પોલીસ તપાસ ચાલું છે.