સુરત ગુજરાતમાં આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) આવી રહી છે. ત્યારે સુરત શહેરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. શહેરના કેટલા સ્થળે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ( Delhi CM Arvind Kejriwal ) ના ફોટા સાથે હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું તેવા લખાણ સાથેના બેનરો ( Banner with obscene text about Hindu religion ) લાગ્યા છે. આ પ્રકારના બેનરો લાગતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સુરતમાં આપનું વર્ચસ્વ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી ( AAP in Surat ) દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પહેલાથી શરૂ કરી દીધી છે. કોર્પોરેશન ચૂંટણીમાં આપના 27 કાઉન્સિલર ચૂંટાઇ આવ્યાં હતાં. તે બાદ ગુજરાતમાં કેજરીવાલનો પગપેસારો થયો હતો.
હિન્દુ ધર્મ વિશે અભદ્ર લખાણ ગુજરાતમાં સુરતમાં આમ આદમી પાર્ટીં ( AAP in Surat ) નો મુખ્યત્વે ગઢ ગણવામાં આવે છે ત્યારે સુરતમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ( Delhi CM Arvind Kejriwal )ના ફોટા સાથે હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું તેવા લખાણ સાથેના બેનરો ( Banner with obscene text about Hindu religion ) લાગ્યા છે. આ બેનર કોના દ્વારા અને શા માટે લગાવ્યું છે તે હજુ જાણવા મળ્યું નથી. રેન્જ IG ઓફિસ ( Surat Range IG Office ) ની સામે જ આ પ્રકારનું મોટુ બેનર લાગ્યું છે.