ETV Bharat / city

સુરત આરોગ્ય વિભાગે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ પ્રસરાવી - Awareness Drive for TB

24 માર્ચના દિવસને સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ ટીબી ડે' તરીકે મનાવે છે. આજના દિવસે સુરતના સ્થાનિક પ્રસાશન દ્વારા લોકોમાં ટીબી અંગે જાગૃતિ આવે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત આરોગ્ય વિભાગે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ પ્રસરાવી

author img

By

Published : Mar 24, 2021, 7:12 PM IST

  • સમગ્ર વિશ્વમાં ટીબી એક ખતરનાક બીમારી
  • કોરોનાની મહામારીમાં ટીબીના કેસો અચાનક ઓછા
  • લોકો માં ડર કે, ટીબીના નિદાન માટે જશે તો કોરોનામાં નાખી દેશે

સુરત: સમગ્ર વિશ્વમાં ટીબી એક ખતરનાક બીમારી છે, પરંતુ કોરોનાની મહામારીમાં તેના કેસો અચાનક ઓછા થવાથી ટીબી નિષ્ણાતો ચિંતિત થઇ ગયા છે. કારણ કે લોકોમાં ડર છે કે, જો ટીબીના નિદાન માટે જશે, તો કોરોનામાં નાખી દેશે. આવા ડરના કારણે લોકો ટીબીનું નિદાન કરાવવા જતા નથી. પરંતુ આવા લોકો ડરવાની જગ્યાએ નિદાન અને સારવાર કરાવવા ટીબી સેન્ટર સુધી પહોંચે તે માટે સુરત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુરત આરોગ્ય વિભાગે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ પ્રસરાવી

'ટીબીથી ડરવાની જરૂર નથી'

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં સેવા આપનારા લોકોએ પોતાના હાથમાં પોસ્ટરો તેમજ પ્લેકાર્ડ લઇને રસ્તા પર લોકોને ટીબી વિશે માહિતી આપવા અને જાગૃત કરવા માટે કામ કરી રહ્યા હતા. ટીબીનો રોગ કોરોનાથી પણ ખતરનાક હોવાનું અને તેનાથી ડરવાની જરૂર ન હોવાના સંદેશ સાથે આ લોકોએ મેદાનમાં આવીને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.