સુરત: કાપોદ્રામાં દબાણો (kapodra ramnagar surat) દૂર કરવા ગયેલી દબાણખાતા (Attack On The Municipal Team Surat)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. દબાણખાતાની ટીમ પર પથ્થરમારો થતા એક કર્મચારીને માથામાં ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત કર્મચારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રામનગર વિસ્તારમાં દબાણ હટાવવાની માંગ થઈ રહી હતી
દબાણો દૂર (demolition in surat) કરવા જતી પાલિકાની ટીમ ઉપર કરવામાં આવતા હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. શુક્રવારે વરાછા ઝોન (varachha zone surat)ની દબાણ ખાતાની ટીમ ઉપર કાપોદ્રા વિસ્તારમાં હુમલો (attack in kapodra surat) થયો હતો. રામનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવી લઇ રસ્તો ખુલ્લો કરવા માટેની માંગ કરવામાં આવી રહી હતી. કાપોદ્રા રામનગર વિસ્તારમાં શુક્રવારે સાંજે દબાણો હટાવવા માટે દબાણખાતાની ટીમ નીકળી હતી.
ઈંડાની લારી હટાવતા થયો હુમલો
આ પણ વાંચો: Forest Department: સુરતના સરકુઈ ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો
રામનગર પાસેની ઈંડાની લારીઓ (egg stall in kapodra surat) રસ્તા પર ટ્રાફિક (traffic problem in surat)ને અડચણ ઊભું કરી રહી હોવાથી તંત્રએ એક લારી ઉપાડી લીધી હતી. બીજી લારી ઉપાડવા જતા સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને અધિકારીઓ સાથે જીભાજોડી કરી હતી. શાબ્દિક જીભાજોડી બાદ અચાનક દબાણ ખાતાના વાહન ઉપર લાકડા ફેંકવાના શરુ થયા હતા.
કર્મચારીને માથામાં ઈજા, ટાંકા લેવા પડ્યા
લાકડાથી હુમલામાં વાહનનો સાઈડ મિરર તૂટી ગયો હતો. સ્થળ પર ભારે ઉશ્કેરાટ બાદ પાલિકાની ટીમ પર પથ્થર મારવાનું શરુ થયું હતું, જેમાં ગોવિંદ ગીલાતર નામના એક બેલદારને માથામાં પત્થર વાગતા ઈજાઓ થઇ હતી. બીજી તરફ પોલીસને આ ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત કર્મચારીનું માથું ફાટી જતા ટાંકા લેવા પડ્યા હતા.
આ પણ વાંચો: Surat in 2022: જાણો વર્ષ 2022માં સુરતમાં લોકોને શું મળશે ભેટ