ETV Bharat / city

ફાઇનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર હુમલો કરનાર ટોળકી પોલીસના સકંજામાં - ફાઇનાન્સર રાજન કાલી

સુરત: શહેરના રાંદેર વિસ્તારના માથાભારે ફાઇનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરનારી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. હુમલો કરવા પાછળ પારિવારિક કારણ સામે આવ્યું છે. ફાઇનાન્સર અને તેના ભાઈ પર હુમલો કરનાર કુલ 5 ઓરોપીની પોલીસે ધરપકડ કરી છે.

આરોપીની ધરપકડ
author img

By

Published : Nov 6, 2019, 7:40 PM IST

રાંદેર-અડાજણના માથાભારે ફાયનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર ત્રણ દિવસ પહેલા પારિવારીક ઝઘડાને લઇને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ ફિલ્મી સ્ટાઇલમાં આવીને કારની તોડફોડ કરવાની સાથે છરા અને તલવાર વડે હુમલો કરી માથા, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

ફાઇનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર હુમલો કરનાર ટોળકી પોલીસના સકંજામાં

હુમલો થયા બાદ રાજન કાલી અને તેમના ભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પોલીસે ઘટના અંગે 307નો ગુનો દાખલ કરી આરોપીની તપાસ હાથ ઘરી હતી. જેમાં પોલીસે પાંચ ઇસમોની ધરપકડ કરી છે.

Intro:સુરત :  રાંદેર માથાભારે ફાઇનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરનારી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. આ ઘટનામાં પારિવારિક ઝગડા કારણ ભૂત હોવાનું બહાર આવ્યું છે. ફાઇનસર અને તેના ભાઈ પર હુમલો કરનાર પિતા, પુત્ર અને બે ભાઇઓ સહિત પાંચ જણા ની ટોળકી રાંદેર પોલીસના હાથમાં આવી છે.

Body:રાંદેર-અડાજણના માથાભારે ફાયનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર ત્રણ દિવસ પહેલા રાત્રે રામનગર વોક-વે નજીક પારિવારીક ઝઘડામાં પાંચથી છ જણાએ ફિલ્મી સ્ટાઇલમાં કાર અટકાવી કારની તોડફોડ કરવાની સાથે લાકડાના ફટકા, છરા અને તલવાર વડે હુમલો કરી માથા, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.જે ગુનામાં પોલીસે પાંચ ઇસમોની ધરપકડ કરી..

સુરતમાં છ દિવસ અગાઉ રાંદેર વિસ્તારમાં માથાભારે અને વ્યાજ વટાવનો વ્યસાય સાથે સંકળાયેલ હતો જે તેના ભાઈ સાથે ગાડી માં જઈ રહ્યો હતો તે સમયે અચાનક ન કેટલાક ઈસમો આવ્યા હતા અને હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત રાજન અને તેના ભાઇને લોહીલુહાણ હાલતમાં તુરંત જ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા હજુ પણ તબીબોએ બંન્નેની હાલત ગંભીર છે બાદમાં પોલોસે 307 નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી....

)Conclusion:રાંદેર અને અડાજણ વિસ્તારમાં ફાયનાન્સનો ધંધો કરતા માથાભારે રીઢો ગુનેગાર રાજન ઉર્ફે રાજન કાલી ઉર્ફે દિપક પર પ્રદ્યુમન અને તેનો ભાઇ અમિત, બનેવી જીતેન્દ્ર ભરૂચી અને મિત્ર પ્રશાંત લાકડાના ફટકા, તલવાર અને છરો લઇને ઘસી આવ્યા હતા. પ્રદ્યુમન અને પ્રશાંતે લાકડાના ફટકા વડે રાજન અને રોશન પર હુમલો કરતા બંન્ને પડી ગયા હતા.બાદમાં રાંદેર પોલીસે તપાસ શરૂ કરતાં પોલીસે હુમલો કરનાર પાંચ ઈસમોની ધરપકડ કરી અને જીવલેણ હુમલો છે   તે કારણોને લઈ કરવામાં આવ્યો હતો...

બાઈટ :- પી એલ ચૌધરી ( એસીપી,સુરત પોલીસ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.