સુરતઃ આજે એટલે કે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે બેંગ્લોરના મૈસૂરમાં એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશિર્વાદ અને પ્રેમ આપતા હીરાબા જોવા મળે છે. આ વૂડ લે આર્ટની પ્રતિકૃતિને 25 કલાકારોએ 12 મહિના સુધી મહેનત કરીને તૈયાર કરી છે. આ પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે.
આ પ્રતિકૃતિમાં PM મોદી અને માતા હીરાબા વચ્ચે પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. 7 ફૂટ પહોળી અને 5 ફૂટ ઊંચી આ પ્રતિકૃતિ 25 કલાકારોએ 12 મહિના સુધી મહેનત કરીને તૈયાર કરી છે. જેમાં 10,000 પ્રકારના લાકડાના અલગ અલગ પ્રકારના કટકાઓને ચોંટાડવામાં આવ્યા છે. આ પ્રતિકૃતિ જોતા નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા વચ્ચેનો પ્રેમ આબેહૂબ નજર આવે છે.
આ અંગે ભાનુ પ્રકાશે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આ ખાસ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. લુપ્ત થતા વૂડ ઈન લે આર્ટને જીવંત રાખવા માટે આ પ્રયાસ કરાયો છે. PM મોદી અને તેમની માતાને દર્શાવતું મધર આર્ટ લોકોને આકર્ષિત કરી રહ્યું છે.
આ અંગે વિશાલ કાસુંદ્રાએ જણાવ્યું હતું કે, આ ખાસ કળાને પ્રોત્સાહન આપવા માટે તે કટીબદ્ધ છે. કર્ણાટક મૈસૂરની આ 400 વર્ષ કરતાં પણ જૂની કળા છે. વિશ્વનું વૂડ ઈન લે આર્ટ સૌથી મોટું આર્ટ છે. આ પ્રતિકૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માતા હીરાબા વચ્ચેની પ્રેમની ઝાંખી જોવા મળે છે.