સુરત : IAS કે રાજેશના ત્યાં CBI રેઇડ(CBI Raid at Gandhinagar IAS Officer ) પ્રકરણમાં તપાસ એજન્સીએ કે.રાજેશના નજીકના ગણાતા સુરતના રફીક મેમણની ધરપકડ (Arrest of Rafiq Memon in case of Allegations of irregularities on K Rajesh) કરી લીધી છે. રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હતો. બીજી બાજુ કે.રાજેશ સામે મોટાપાયે લાંચ લેવાનો આક્ષેપ સુરત જિલ્લા કોંગ્રેસના નેતા દર્શન નાયકે (Surat District Congress leader Darshan Desai) લગાવ્યો છે. વર્ષ 2017-18 અને 19માં તેઓ કે રાજેશ સામે મુખ્યપ્રધાન સમક્ષ પણ ફરિયાદ કરી ચૂક્યા છે.
દરોડામાં મોટો ખુલાસો થઈ રહ્યો છે - IAS ઓફિસર કે. રાજેશના અંગત માણસની CBIએ સુરત ખાતે રેઇડ બાદ ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ સુરતના રફીક મેમણ નામના શખ્સની ધરપકડ કરી છે. રફીક મેમણ કે.રાજેશનો વિશ્વાસુ વ્યક્તિ હતો અને વચેટિયાની ભૂમિકા અદા કરતો હતો. ગાંધીનગર ઉપરાંત સુરતમાં પણ CBIના દરોડા પડ્યા છે. રફીક મેમણના ચોક બજાર ખાતે આવેલી જીન્સની શોપ પર પણ સીબીઆઈએ દરોડા કરી તપાસ હાથ ધરી હતી. તપાસ એજન્સીએ રફીકની ધરપકડ (Arrest of Rafiq Memon in case of Allegations of irregularities on K Rajesh) કરી લીધી છે અને પૂછપરછ માટે લઈ જવાયો છે.
આ પણ વાંચોઃ પૂર્વ કલેક્ટરના ઘર અને ઓફિસે CBIના દરોડા, કૌભાંડની મળી શકે છે લિન્ક?
મુખ્યપ્રધાન સુધી કે. રાજેશ સામે પુરાવા સાથે ફરિયાદ- રફીકની ધરપકડ કરાઈ છે ત્યારે બીજી બાજુ સુરત જિલ્લાના સ્થાનિક આગેવાન દર્શન નાયક અગાઉ કે.રાજેશ સામે પુરાવા સાથે ફરિયાદ મુખ્યપ્રધાન સુધી કરી ચૂક્યા છે. સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાએ (Surat District Congress leader Darshan Desai)જેતે સમયે કે.રાજેશના કૌભાંડ અંગે રાજ્યના મુખ્યપ્રધાન,ચીફ સેક્રેટરી અને સીબીઆઈમાં પુરાવાઓ સાથે ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યા હતાં કે કે.રાજેશે સુરતમાં નેશનલ રૂરલ હેલ્થ મિશનની ગ્રાન્ટના ફંડનો દુરુપયોગ (Misuse of National Rural Health Mission grant funds) કર્યો હતો. સુરતમાં રોગી કલ્યાણ સમિતિના ફંડનો દુરુપયોગ (Misuse of funds of Patient Welfare Committee in Surat) કર્યો હતો.
સત્તાના દુરુપયોગ સાથે વહીવટી બેદરકારી - કોંગ્રેસના નેતા દર્શન નાયકે (Surat District Congress leader Darshan Desai)જણાવ્યું હતું કે,2017-18-19 માં સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે.રાજેશ કામગીરી કરતા હતાં અને એમને જે બંધારણીય ફરજનું પાલન કરવાનું હોય એને બદલે જિલ્લા પંચાયતના જે સરકારના નાણાકીય જે ગ્રાન્ટ છે તેનો દુરુપયોગ (Allegation of irregularities on K Rajesh ) કરીને મોટા પ્રમાણમાં આરોગ્ય અને રોગી કલ્યાણ કમિટીમાં 32 લાખ રૂપિયાથી વધુની રકમ જે દર્દીઓ માટે વાપરવાની હોય તે પોતે મનસ્વી રીતે સત્તાનો દુરુપયોગ કરી વહીવટી બેદરકારી કરી નાણાકીય ગેરરીતિ કરી હતી.
2017- 18 -19માં કરાઈ હતી ફરિયાદ - દર્શન નાયકે (Surat District Congress leader Darshan Desai) વધુમાં જણાવ્યું હતું કે કે. રાજેશે જિલ્લા પંચાયતના સ્વભંડોળનો પણ જિલ્લાના લાભાર્થીઓને વાપરવાના બદલે શહેરના લાભાર્થીઓને રકમો તેઓએ વાપરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું જે ફંડ છે એને જિલ્લા પંચાયતના ફંડમાં ઉપયોગ કરવાના બદલે પોતાની ઓફિસ બાંધકામ બીજી અન્ય જગ્યાએ વાપરી અને પોતાના મળતીયાઓને આપીને મોટા પ્રમાણમાં (Allegation of irregularities on K Rajesh )ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ બાબતની ફરિયાદ મેં જે તે વખતે 2017- 18 અને 19 મુખ્યપ્રધાન, વિજિલન્સ અને અન્ય સંબંધિત વિભાગોમાં કરી હતી. જોકે આજ દિન સુધી તેનો કોઈ નિકાલ આવ્યો હતો.