સુરત: અડાજણ વિસ્તારમાં આવેલા ધબકાર ટ્રાફિક સર્કલ પાસે ટ્રાફિક જવાનો ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. તે વખતે જિલ્લાની બ્રીજ પાસેથી આવી રહેલા એક બાઈક ચાલકને પોલીસે ડાયવર્ઝન હોવાથી અન્ય રસ્તા તરફ જવાનું કહ્યું હતું પરંતુ બાઈક ચાલકે પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરી હતી અને પોતે CRPF (Central Reserve Police Force)માં છું એમ કહી માથાકૂટ (Clashes with police in Surat) કરી હતી. જેથી આ મામલે રાંદેર પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ
રાંદેર પોલિસનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને બાઈક ચાલકને પોતાની સાથે લઇ ગઈ હતી. પોલીસ તપાસમાં યુવક પાસે જે આઈકાર્ડ મળી આવ્યું હતું તે તેના બનેવી પલ્કેશકુમાર CRPFમાં છે. તેના આઈકાર્ડની કલર ઝેરોક્સ છે. ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ કેતન સોલંકીએ સુનિલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.
આઈકાર્ડ બતાવી બોલાચાલી અને માથાકૂટ કરી
ACP એસ.એમ.પટેલએ જણાવ્યું હતું કે, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કેતન સોલંકી અડાજણ ધબકાર સર્કલ પાસે ફરજ બજાવી રહ્યા હતા. તે વખતે સુનીલભાઈ ઓડ કરીને તેઓની પાસે આવીને પોતે CRPFમાં નોકરી કરે છે. તેવો આઈકાર્ડ બતાવી બોલાચાલી અને માથાકૂટ કરી હતી. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સુનીલભાઈના બનેવી CRPFમાં હતા. તેઓ કોઈ ફરજ બજાવતા ન હતા, જેથી તેઓની સામે કાર્યવાહી કરાઈ છે.