- ડાયમંડ વર્કર યુનિયનના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત
- મધ્યમ વર્ગના વેપાર-ધંધા વધુ ચાલતા નથી
- લોકોને લાખો રૂપિયાના હોસ્પિટલના બીલ ચૂકવવા પડે છે
સુરતઃ ડાયમંડ વર્કસ યુનિયન દ્વારા હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજનામાં કોરોના વાઇરસ રોગનો સમાવેશ કરવામાં આવે, તેવી બાબતને લઈને કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલને રજૂઆત કરવા માટે ડાયમંડ વર્કર યુનિયનના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડાયમંડ કિંગ સવજી ધોળકિયા અનુસાર એક મહિનાના લોકડાઉનની જરૂર
પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર ખૂબ મોંઘી છે
સુરત ડાયમંડ વર્કસ યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકો કોરોના વાઇરસની સારવાર સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં પુરતી જગ્યા ના હોવાના કારણે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર લેવા મજબુર બન્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર ખૂબ મોંઘી છે. આજ બાબતે અમે કલેકટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલને રજૂઆત કરવા માટે આવ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને થતી હેરાનગતિ
હાલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે
સુરત ડાયમંડ વર્કસ યુનિયનના પ્રેસિડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના વેપાર-ધંધા વધુ ચાલતા નથી અને હાલ પ્રાઇવેટ-સરકારી હોસ્પિટલ્સ પણ ફૂલ છે. પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં સારવાર રહેલા મધ્યમ વર્ગના નાના વેપારીઓ, લોકોને લાખો રૂપિયાનું હોસ્પિટલનું બીલ ચૂકવવું પડે છે. ત્યારે ગુજરાત સરકારની વત્સલ્ય કાર્ડ યોજના, અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કોરોના વાઇરસનો સમાવેશ કરવામાં આવે, એ માટે અમે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલને અમે આવેદન આપવા આવ્યા છીએ કે, લાખો રૂપિયાના બીલ આવે છે, તો આ સરકારી યોજનામાં સમાવેશ કરવામાં આવે તો, તમામ મધ્યવર્ગને એનો ઘણો મોટો ફાયદો થઇ શકે છે.