ETV Bharat / city

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા

સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. શનિવારે સાંજે પુરા થતા 24 કલાક દરમિયાન જિલ્લામાં કુલ 153 કેસો નોંધાયા હતા. જેને કારણે જિલ્લાવાસીઓ ચિંતિત બન્યા છે

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા
સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા
author img

By

Published : Mar 28, 2021, 1:44 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 153 કેસો નોંધાયા
  • સૌથી વધુ કામરેજમાં 46 કેસો
  • લોકોમાં દહેશતનો માહોલ

સુરત: રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાં ગઈકાલે શનિવારના રોજ 153 કેસો નોંધાયા હતા. સૌથી વધુ કેસો 46 કામરેજ તાલુકામાં નોંધાયા હતા. દિનપ્રતિદિન વધી રહેલા કેસો છતાં જિલ્લામાં વહીવટી તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે.

સુરત શહેરને અડીને આવેલા વિસ્તારોમાં ઝડપથી વધી રહ્યા છે કેસો

બારડોલી સહિતના જિલ્લામાં કોરોના સંક્રમણની રફતાર તેજ થઈ ગઈ છે. રોજિંદા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 100ની આસપાસ રહેતા કેસો આજે 150ને પાર પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ છે. સૌથી વધુ સુરત શહેરને અડીને આવેલા કામરેજ તાલુકામાં 46 કેસો અને ચોર્યાસી તાલુકામાં 35 કેસો નોંધાયા છે. સુરત શહેરને અડીને આવેલા વિસ્તારોમાં કોરોના કેસોનો થઈ રહેલો સતત વધારો લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોને કારણે તંત્ર ચિંતામાં

શાળા કોલેજો ચાલુ હોય વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી

જોકે, તંત્રનું ધ્યાન હજી સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ગયું નથી. વધી રહેલા કેસો વચ્ચે પણ શાળા કોલેજ અને ટ્યુશન કલાસીસ ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 14,500 કેસો

જિલ્લામાં અત્યાર સુધી 14500 કેસ નોંધાયા છે. જ્યારે 287ના મોત થયા છે. જિલ્લામાં આજે 67 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 13,163 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાનો કહેર વધતા ડીંડોલીમાં 8,00 મકાનોના 3,500 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા

તહેવારોમાં સંક્રમણ વધવાની શક્યતા

હોળી-ધૂળેટીનો તહેવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં એકત્રિત થશે. જેને કારણે વાઇરસનું સંક્રમણ વધુ ઝડપે ફેલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર દ્વારા તહેવારોને લઈને ભલે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોય પરંતુ ધુળેટીના દિવસે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની જશે.

તા.27-3-21ના કેસો, કુલ કેસો, કુલ મૃત્યુ

ચોર્યાસી35 2843 38
ઓલપાડ15179240
કામરેજ 46301393
માંડવી1609 18
પલસાણા 261972 26
બારડોલી 172342 40
માંગરોળ11 123625
મહુવા 2607 6
ઉમરપાડા087 1
કુલ 153 14500287

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.