ETV Bharat / city

અસામાજિક તત્વોએ દૂધના ટેમ્પોમાં કરી તોડફોડ, દૂધ રસ્તા પર ફેંક્યા બાદ આપી ધમકી - સુરત પોલીસ

રાજ્યભરમાં માલધારી સમાજે પશુ નિયંત્રણ કાયદાના (gujarat cattle control bill) વિરોધમાં 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે સુરતમાં કેટકાલ અસામાજિક તત્વોએ (anti social elements ) સુમૂલ ડેરીના ટ્રકમાં (sumul dairy surat ) તોડફોડ કરી હતી. સાથે જ તેમણે ટ્રકમાં પડેલા કેનને પણ રસ્તા પર ફેંકી દીધા હતા.

અસામાજિક તત્વોએ દૂધના ટેમ્પોમાં કરી તોડફોડ, દૂધ રસ્તા પર ફેંક્યા બાદ આપી ધમકી

author img

By

Published : Sep 21, 2022, 8:34 AM IST

સુરત રાજ્યભરમાં માલધારી સમાજ પશુ નિયંત્રણ બિલનો ( gujarat cattle control bill) વિરોધ કરી રહ્યો છે. અગાઉ તેમણે (gujarat maldhari) આ બિલના વિરોધમાં 21 સપ્ટેમ્બરે દૂધનું વિતરણ બંધ રાખવાની પણ જાહેરાત કરી હતી. ત્યારે સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. અહીં સુમૂલ ડેરી દૂધ લઈને આવી રહી હતી. ત્યારે અસામાજિક તત્વોએ ટ્રકમાં (anti social elements) તોડફોડ કરીને કેનમાં પડેલા દૂધને રસ્તા પર ફેંકી દીધા હતા.

અસામાજિક તત્વોનો આતંક

પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો માલધારી સમાજે (maldhari samaj news) દૂધ વિતરણ નહીં થવાની જાહેરાત કરતા સુરતમાં મોડી સાંજે દૂધ લેવા માટે ડેરીઓ આગળ લોકોની લાઈન જોવા મળી હતી. જોકે, સુમૂલ ડેરીમાં ભીડ વધતા મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તો શહેરના ચોક બજાર વિસ્તારમાં (chowk bazar surat) કેટલાક અમાસાજિક તત્વોએ સુમૂલ ડેરીના ટેમ્પામાં રહેલા દૂધના ક્રેનને રસ્તા પર ફેંકી દીધા હતા.

અસામાજિક તત્વોએ આપી ધમકી ચોકબજાર હોપ પૂલ (chowk bazar surat) પાસે ટેમ્પો આવી રહ્યો હતો. તેને અસામાજિક તત્વોએ (anti social elements ) અટકાવ્યો હતો. ત્યારબાદ તેમણે કેટલાક ટેમ્પામાંથી હવા કાઢી નાખી હતી. જ્યારે કેટલાક ટેમ્પોમાં તોડફોડ પણ કરી હતી. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં દૂધનું વેચાણ કરતી કેટલીક ડેરીઓ પર પહોંચીને કેટલાક માથાભારે લોકોએ દૂધ વિતરિત નહીં કરવા ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ડેરીના ટેમ્પોમાં તોડફોડ
ડેરીના ટેમ્પોમાં તોડફોડ

16 લાખ લિટર દૂધની વ્યવસ્થા માલધારી સમાજના (maldhari samaj news) આંદોલનને પગલે દૂધ નહીંં મળવાની અફવા વચ્ચે સુમૂલ ડેરીએ જાહેરાત કરી હતી કે, લોકો દૂધની અછત અંગે ચિંતા ન કરે. સુમૂલ ડેરી (sumul dairy surat) દ્વારા દૂધનું રાબેતા મુજબ જ 21 અને 22મી સપ્ટેમ્બરે વિતરણ કરવામાં આવશે. શહેરીજનોને પૂરતો જથ્થો મળી રહે તે માટે મધરાત સુધીમાં 16 લાખ લિટર દૂધની વ્યવસ્થા કરી હોવાનું સુમૂલ ડેરીના (sumul dairy surat)ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું.

ડેરીએ આપી હતી ખાતરી આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, બુધવારે સુમૂલ ડેરી (sumul dairy surat) દ્વારા દૂધનું રાબેતા વિતરણ કરવામાં આવશે અને દૂધના ટેમ્પોને કોઈ અડચણ ન પડે તે માટે પોલીસ તંત્ર (Surat Police) દ્વારા સુરક્ષા આપવાની પણ ખાતરી આપવામાં આવી છે.

ડેરીમાં દૂધ ખુટી ગયું હતું માલધારી સમાજના આંદોલનને (maldhari samaj news) કારણે દૂધ મળવાનું નથી, જેથી ચિંતિત બનેલા લોકોએ દૂધ લેવા માટે ઘરની નજીકની ડેરીઓ અને બાદમાં સુમૂલ ડેરી પર દોટ મુકી હતી. શહેરની મોટા ભાગની ડેરીમાં દૂધ ખુટી ગયું હતું. બીજી તરફ રાત્રે સુમૂલ ડેરી પર દૂધ મળી રહ્યું હોય મોટી સંખ્યામાં લોકો ત્યાં પણ પહોંચી ગયા હતા. ભીડ વધતા કોઈ ઘર્ષણ ન થાય તે માટે સુમૂલ ડેરી પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.