- સુરતમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ
- વધુ એક હોસ્પિટલમાં મોકડ્રિલ
- ફાયરના સાધનો વિશે હોસ્પિટલના સ્ટાફને માહિતગાર કરાયો
સુરત : શહેરમાં વધતી જતી આગની ઘટનાને લઈને સુરત શહેર ફાયર વિભાગ દ્વારા દર એક અઠવાડિયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલો, સ્કૂલો, સરકારી ઓફિસોની બિલ્ડિંગમાં મોકડ્રિલ કરવામાં આવી રહ્યું છે. તે જ રીતે આજે શનિવારે પણ શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી અનુપમા હોસ્પિટલમાં શહેર ફાયર વિભાગ દ્વારા એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સુરતની ક્રિષ્ના મેડિકલ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રિલ યોજી
આ મોકડ્રિલમાં હાઇડ્રોલિક મશીનના ઉપયોગથી ફસાયેલા દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું
સુરતમાં વધતી જતી આગને ઘટનાને લઈને અને ભૂતકાળમાં બની ગયેલી હોસ્પિટલોમાં આગની ઘટનાને જોતા સુરત મહાનગરપાલિકાના ડેપ્યૂટી કમિશનરના આદેશ મુજબ શહેરની હોસ્પિટલોમાં દર એક અઠવાડિયે શહેર ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મોકડ્રિલ વખતે ફાયર દ્વારા તમામ સાધનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ પાસે રહેલી હાઇડ્રોલિક મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ મશીન દ્વારા ઉપર ફ્લોર ઉપર ફસાયેલા દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં અને સાથે પાણીનો મારો ચાલવામાં આવી રહ્યો છે. સાથે સુરત પોલીસની હેડ ક્વોટરની ટીમ દ્વારા જો કોઈ દર્દીઓને 108ની સુવિધા ન મળે તો તેઓને પોલીસના પાઈલોટિંગ વાહનમાં હોસ્પિટલ સુધી લઈ જવામાં આવી રહ્યા છે. તે બતાવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઇ
આ મોકડ્રિલ બાબતે ફાયર ઓફિસરે એમ જણાવ્યું કે
આ મોકડ્રિલ બાબતે ફાયર ઓફિસર જગદીશ જે.પટેલ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, આજે શનિવારે પુણા વિસ્તારની અંદર અનુપમ હોસ્પિટલ છે. તેના ત્રીજા અને ચોથા માળે મોકડ્રિલ ચાલે છે. ભારત દેશના અલગ- અલગ રાજ્યોમાં જે આગની ઘટનાઓ બને છે તે ઘટનાઓની અંદર ઓછામાં ઓછી નુકસાની થાય અને હોસ્પિટલોનો જે સ્ટાફ છે. બહારથી જે મદદ આવે ફાયરની કે લોકલ સર્વિસની એ પેહલા હોસ્પિટલનો જે સ્ટાફ છે. એ પોતાના પેશન્ટને કઇ રીતે શિફ્ટ કરી શકે, કેવી રીતે બચાવી શકે અને હોસ્પિટલ્સમાં જે ફાયરના સાધનો તેને કઇ રીતે ઉપયોગમાં લેવો એ માટે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે અને ફાયર ડિપાર્ટમેન્ટ પણ જે ઘટનાઓ બને છે ત્યાં પોહ્ચવાનો જે સમય છે. તેને ઓછા સમયમાં પહોંચીને કઈ રીતેની ફાયર ફાઇટિંગની કામગીરી કરી રેસ્ક્યૂ કરી લોકોના જાનમાલનું એ હેતુથી સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ એક મોકડ્રિલનું આયોજન દરેક ઝોનમાં ચાલે છે. અત્યારે આ પુણા વિસ્તારમાં અનુપમ હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.