પોસ્ટમોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતરી ખાધો
વૃદ્ધાનો મૃતદેહ કોતરેલી હાલતમાં દેખાઈ આવતા પરિવારના લોકો રોષે ભરાયા
ઘટનાને લઈ પરિવારજનોમાં આક્રોશ
સુરત: અડાજણ વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે 60 વર્ષીય લક્ષ્મીબેન પડી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થ ખસેડાયો હતો. રાત્રિ દરમિયાન મૃતદેહને ઉંદરે કોતરી ખાતા પરિવારના લોકો સહિત કર્મચારી, ડોકટરો મૃતદેહને કોતરેલી હાલતમાં જોતા ચોકી ઉઠ્યા હતા.
સુરત સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરને પકડવા પિંજરા મુકાયા સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓને અનેક વખતો જાણ કરાઈસિવિલ હોસ્પિટલના કર્મચારી દ્વારા મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં જાડા ઉંદરોનો ત્રાસ છે. લાંબા સમયથી પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરો ડ્રેનેજ લાઈનમાંથી પોસ્ટમોર્ટમ રૂમમાં પ્રવેશતા હોય છે. મૃતદેહની આજુ બાજુ ફરતા હોય છે. આજ રોજ એક મૃતદેહને ઉંદરે કોતરી લેતા પરિવારના લોકો રોષે ભરાયા હતા. ઉંદરની સમસ્યાને લઈને સિવિલ હોસ્પિટલ (Surat civil hospital) માં ઉચ્ચ અધિકારીઓને અનેક વખતો જાણ કરી છે, પરંતુ કોઈ ધ્યાન પર લેતું નથી.
આ પણ વાંચો: સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી નવી સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત